Gandhinagar News/ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી અને દિવંગત પૂર્વ સભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પ્રદાનને સૌએ યાદ કર્યું હતુ. બે મિનિટ નું મૌન પાળી સમગ્ર ગૃહે શ્રદ્ધાંજલિ આપી હતી…

Gujarat Gandhinagar

 Gandhinagar News: ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) 15મી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રમણિકલાલ રૂપાણી (Vijay Rupani) અને અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતો તેમજ પૂર્વ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પ્રદાનને સૌએ યાદ કર્યું હતુ. દિવંગત આત્માઓની પરમ શાંતિ માટે બે મિનિટ નું મૌન પાળી સમગ્ર ગૃહે શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી.

15મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર  બુધવાર 8મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે.

આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. હેમાબેન સૂર્યકાંત આચાર્ય, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. ઇશ્વરસિંહ શિવાજી ચાવડા અને સ્વ. નૂરજહાંબખ્ત મોહમ્મદ ઈબ્રાહીમખાન બાબી, ગુજરાતના પૂર્વ નાયબમંત્રી સ્વ. પ્રો. બળવંતરાય બચુલાલ મણવર તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. ભૂપેન્દ્રકુમાર સેવકરામ પટણી અને સ્વ. રણછોડભાઇ કરસનભાઇ મેરને શ્રદ્ધાંજલિ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાનની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)ની કરુણાંતિકાના સૌ દિવંગત મુસાફરોને પણ ભાવાંજલિ અર્પણ કરી હતી.

તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યોની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને તેમના આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અને પ્રતિપક્ષના નેતા અમિત ચાવડા તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યોએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને અને વિમાન દુર્ઘટનાના મૃતકોને ભાવાંજલિ આપી હતી.

સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યોના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IOT ટેકનોલોજીની મદદથી ‘હિટ એન્ડ રન’ કેસના ડિટેક્શનમાં FSL મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે: હર્ષ સંઘવી

આ પણ વાંચો:6 સપ્ટેમ્બરે ‘રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ’ની ઉજવણી…રાજ્યભરમાં 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 2 દિવસ પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી