Santej News : સાંતેજ ફેક્ટરીમાં લાગેલી આગ (fire)પર હજૂ કાબૂ મેળવી શકાયો નથી. જોકે આગ લાગ્યાની ઘટનાને કલાકો વીત્યા છે. આગને કાબૂાં લાવવી માટે ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
કંપનીમાં fire હજૂ પણ યથાવત
અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક કારોલી પાસેના સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ (Singhal Industries) નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. તેનાથી ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટના સમયે ફેક્ટરીમાં શ્રમિકો અને કર્મચારીઓ હાજર હતા, એટલે જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી. ફોમ સીટો હોવાથી આગ જોતજોતામાં વિકરાળ બની અને દૂર સુધી ધુમાડાના કાળા ગોટા દેખાયા. આસપાસના ઔદ્યોગિક એકમોમાં પણ તેનાથી ચિંતા ફેલાઈ હતી.
ફાયર બ્રિગેડની કામગીરી
કલોલ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અસલમ ચૌહાણના જણાવ્યા મુજબ મેજર કોલ (major call) જાહેર કરાયો છે. આગ પર કાબૂ મેળવવા કલોલની ત્રણ, કડીની બે અને ગાંધીનગરથી બે ગજરાજ ગાડી કામે લગાવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે વધુ જરૂર જણાતા માણસા, અમદાવાદ અને વડસરથી પણ ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી છે. ફાયર બ્રિગેડના સૂત્રો મુજબ કલોલ, માણસા, દહેગામ, ગાંધીનગર, વડસર એરફોર્સ અને અમદાવાદ સહિતથી પંદરથી વધુ ગાડીઓ આગ બુઝાવવાના પ્રયાસમાં જોડાઈ છે.
હાલના તબક્કે કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછમાં જણાયું છે કે આગ લાગતાં જ બધા લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. સ્થળ પર મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને આગ કાબૂમાં આવ્યા પછી વધુ માહિતી સામે આવશે.
પોલીસની કાર્યવાહી અને તપાસ
સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. ચૌધરીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલાને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરો આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરીમાં જોડાયા છે.
તેમના કહેવા મુજબ વિગતવાર તપાસ પછી જ જાનહાનિ થઈ છે કે નહીં અને આગનું ચોક્કસ કારણ શું છે તે સ્પષ્ટ થશે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો છે.
સાંતેજ ફેક્ટરીમાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી કેમ?
પ્રાથમિક તબક્કે ફેક્ટરીમાં રહેલા કાચા ફોમ સીટો (foam seats) જેવા જ્વલનશીલ માલસામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ધુમાડાને કારણે ફાયર ફાઈટરોને મુશ્કેલી પડી હોવાનું પણ જણાવાયું છે, છતાં બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
ફાયર બ્રિગેડ(Fire Brigade)ના સૂત્રો મુજબ ફેક્ટરીમાં પ્લાસ્ટિક રો મટીરિયલ અને ફોમ સીટો વધુ પ્રમાણમાં છે. પ્લાસ્ટિક રો મટીરિયલ પીગળીને ઉપરથી કઠણ થઈ જાય છે, પણ અંદર ક્યાંક આગ સળગતી રહે છે, તેથી સમય લાગી રહ્યો છે.
અગમચેતીના ભાગરૂપે ફેક્ટરીની આસપાસની લેબર કોલોની ખાલી કરાવવામાં આવી છે. સૂત્રો મુજબ આગ ફેલાઈ રહી નથી, છતાં સાવચેતીનાં પગલાં લેવાયાં છે.
આ પણ વાંચો: સાંતેજની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં આગથી અફરાતફરી, ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા
આ પણ વાંચો: વડોદરાના મુજમહુડામાં કાન્હા સ્વીટ્સના ઉપરના માળે આગ, મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો: ધંધુકા હાઈવે પર ડમ્પર-કારની ટક્કર, આગમાં ચાલકનું મોત
