Not Set/ ૨૫ લાખની લાંચ કેસ,મામલતદારના ખાનગી વ્યક્તિના જામીન નામંજૂર

ખોટી રીતે જમીન પચાવી પાડીને એક તરફ કેસ ચલાવવા મામલે ધોળકાના મામલતદારે ૨૫ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પ્રકરણમાં ACB ને ગંધ આવી જતા તેમણે વોચ ગોઠવીને મામલતદાર હાર્દિક ભાઈ ડામોર અને તેમનો ખાનગી વ્યક્તિ જગદીશ ભાઈ પરમાર ની રંગેહાથે લાંચ લેતા ધરપકડ કરી હતી. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા મામલતદાર ના ખાનગી […]

Gujarat Others
Untitled 7 ૨૫ લાખની લાંચ કેસ,મામલતદારના ખાનગી વ્યક્તિના જામીન નામંજૂર

ખોટી રીતે જમીન પચાવી પાડીને એક તરફ કેસ ચલાવવા મામલે ધોળકાના મામલતદારે ૨૫ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ પ્રકરણમાં ACB ને ગંધ આવી જતા તેમણે વોચ ગોઠવીને મામલતદાર હાર્દિક ભાઈ ડામોર અને તેમનો ખાનગી વ્યક્તિ જગદીશ ભાઈ પરમાર ની રંગેહાથે લાંચ લેતા ધરપકડ કરી હતી.

સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા મામલતદાર ના ખાનગી વ્યક્તિ જગદીશ પરમારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેના અંતર્ગત સુનવણી હાથ ધરાતા નામદાર કોર્ટે ફરિયાદ પક્ષ, બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ અને પુરાવાને જોતા આરોપી જગદીશ પરમારની રેગ્યુલર જામીન અરજીને ફગાવી દીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…