ડેમની દવા !/ દર્દીઓની દવા પહોંચી ડેમમાં, ડેમનું પાણી ઓછુ થતા મળી આવ્યો દવાનો જથ્થો

જુનાગઢના માણાવદરમાં સરકારી દવાઓ અને વેક્સીનનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બાબતની જાણ હજુ સુધી કોઈ ને થઇ જ ન હતી.

Gujarat Others
જૂનાગઢ:સરકારી દવા

જૂનાગઢમાંથી મોટા પાયે દવાનો જથ્થો મળી આવ્યો છે, જાણીને હેરાની થશે કે આ દવાનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. જયારે એક તરફ સરકાર દવાઓ પાછળ આટલો ખર્ચ કરી રહી છે, એવામાં મોટા પ્રમાણમાં જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. જેમાં વેકસીન અને સિરપનો જથ્થો સામેલ હતો. જુનાગઢના માણાવદરમાં સરકારી દવાઓ અને વેક્સીનનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બાબતની જાણ હજુ સુધી કોઈ ને થઇ જ ન હતી. આ જથ્થો કેવી રીતે આવ્યો શું થયું તે એક મોટો સવાલ છે હજુ ?

દગડ અને ભાલેચડા ડેમ પાસેથી આ જથ્થો મળી આવ્યો છે. ડેમનું પાણી સૂકાઈ જતા ફેંકી દેવાયેલો જથ્થો જોવા મળ્યો હતો. આ દવાનો જથ્થો કોણે ફેંક્યો તે અંગે તપાસ કરવા માંગ કરાઈ છે. ઘણા સમય પહેલાં સરકારી દવાઓનો જથ્થો ફેંકી દીધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, માણાવદર શહેરમાં થોડા વર્ષો પહેલાં પણ દવાઓના જથ્થાને સળગાવી દેવાની ઘટના બની હતી.

માણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો કચરામાં નાખી દીધા હોવાનું સામે આવ્યું છે આ ડેમની સાઈટમાં આટલી મોટી દવાઓ વેડફાતા સમગ્ર ઓપરેશનને ખુલ્લું પડાયું હતું. આખરે આટલી હજારોની દવા ફેકવામાં કેમ આવી આ સૌથી મોટો પ્રશ્ન હાલ બધાના મનમાં ચાલી રહ્યો છે.

  આ અગાઉ પણ માણાવદર શહેરના થોડા વર્ષ પહેલાં જ દવાઓના જથ્થાને સળગાવી નાખવાની ઘટના બની હતી. ફરીથી આજે આવી ઘટના બનતા તંત્ર સામે સવાલો પણ થઈ રહ્યા છે. અને આ દવાઓ તો ઘણા સમયથી આ ડેમના પાણીના ખાડામાં નાખી દીધા હોવાનું પ્રાથમિક તારણમાં દેખાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.