કૌભાંડ/ મહેસાણા: વગદાર વ્યક્તિના ફાર્મ હાઉસમાં જવા માટે સરકારી પૈસે બનાવ્યો સીસી રોડ

રાજ્યમાં વિકાસના કામોમાં વિવિધ રીતે ગેરરીતી આચરવામાં સ્થાનિક તંત્ર દ્વારા આચરવામાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો મેહસાણામાં સામે આવ્યો છે. મહેસાણાના આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે ગામના પૂર્વ સરપંચને આ અંગે જાણ થઇ અને તેમને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ખરેખર સમગ્ર મામલો એમ છે કે, મહેસાણામાં સરકારી ગ્રાંન્ટથી પૈસા લઇ […]

Gujarat Others
4 52 મહેસાણા: વગદાર વ્યક્તિના ફાર્મ હાઉસમાં જવા માટે સરકારી પૈસે બનાવ્યો સીસી રોડ

રાજ્યમાં વિકાસના કામોમાં વિવિધ રીતે ગેરરીતી આચરવામાં સ્થાનિક તંત્ર દ્વારા આચરવામાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો મેહસાણામાં સામે આવ્યો છે. મહેસાણાના આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે ગામના પૂર્વ સરપંચને આ અંગે જાણ થઇ અને તેમને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ખરેખર સમગ્ર મામલો એમ છે કે, મહેસાણામાં સરકારી ગ્રાંન્ટથી પૈસા લઇ ખાનગી રોડ બનાવાયો છે. આટલું જ નહિ સુદાસણા ગામ માટે ફાળવેલો રોડ અન્ય કોઈ જગ્યાએ બનાવ્યો છે. આ હરોળમાં એક જ નહિ બીજું પણ ગામ સામેલ છે, જેમાં સતલાસણાની ગ્રાન્ટ માંથી ખેરાલુ તાલુકામાં રોડ બનાવવામાં આવ્યો છે.

ગામના વગદાર વ્યક્તિએ સરકારી જગ્યાના સ્થાને ખાનગી માલિકીમાં રોડ બનાવી દીધો છે. આ વ્યક્તિના ફાર્મ હાઉસમાં જવા માટે આ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ કોઈ સ્થાનિક ખેડૂતની જમીનમાં થી પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતે પોતાની માલિકીની જમીનમાંથી આ રોડને  તોડી નાંખ્યો હતો. ખેડૂતની માલિકીની જગ્યા પરથી આ રોડ પસાર કરતા તે ખેડૂત એ રોડ ને તોડી નાખ્યો હતો. આ કારણોસર વગદાર વ્યક્તિના લાભાર્થે બનેલા રોડના રૂપિયા વેડફાઈ ગયા. આ માટે જે રૂપિયા આપવામાં આવ્યા હતા સરકાર દ્વારા તે સરકારી રૂપિયામાં લગભગ બે લાખ વેડફાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ સુદાસણા ગામના પૂર્વ સરપંચને ધ્યાને આવતા તેમને આ બાબત અંગે ફરીયાદ નોંધાવી હતી. પૂર્વ સરપંચ દલપતસિંહ બારડે દ્વારા ફરીયાદ કરતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ  શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ બેદરકારી/ બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મળ્યો સાપઃ 100 જેટલા બાળકો થયા બીમાર

આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ

આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ