election 2024/ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર-પ્રવક્તાના નિવેદનમાં વિરોધાભાસને પગલે આશ્ચર્ય

નિલેશ કુંભાણીએ ફોર્મ રદ્દ થવાની જાહેરાત આજે નહી, નૈષધ દેસાઈનું કહેવું છે મૌખિક રીતે કહેવાયું છે

Top Stories Gujarat
Beginners guide to 2024 04 20T183322.680 સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર-પ્રવક્તાના નિવેદનમાં વિરોધાભાસને પગલે આશ્ચર્ય

Gujarat News : સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીના ફોર્મ સંદર્ભે ભાજપ તરફથી વાંધો ઉઠાવાયો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને અમારી સહી નથી, એમ કહ્યું હતું. જેને પગલે ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. જેને કારણે નિલેશ કુંભાણીના ફોર્મ સામે સવાલ ઉભો થયો છે.

બીજીતરફ કલેક્ટર દ્વારા નિલેષ કુંભાણીને આજે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.  આ બાબતે નૈષધ દેસાઈએ કહ્યું હતું કે નિલેશ કુંભાણીના ફોર્મ રદ્ થવા સંદર્ભે કોંગ્રેસને મૌખિક જાણ કરરવામાં આવી છે.  હવે તેઓ હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે પિટીશન દાખલ કરશે. બીજીતરફ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની જાહેરાત આજે નહી થાય.

નિલેષ કુંભામીનું કહેવું છે કે તેમના ત્રણ ટેકેદારો જગદીશ નાનજીભાઈ સાવલીયા, ધ્રુવિન ધીરૂભાઈ ધામેલિયા અને રમેશભાઈ બાવચંદભાઈ પોલરાના અપહરણ થયા છે. રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે અને આવતીકાલે સવારે 11 વાગ્યા સુઘીમાં કલેક્ટર કચેરીએ તેમને હાજર કરીશું.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈએ કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોનું કહેવું છે કે આ અમારી સહી નથી. તે સિવાય ડમી ઉમેદવારે ભરેલા ફોર્મમાં પણ એક ટેકેદારનુ કહેવું છે કે આ અમારી સહી નથી. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. હાઈકોર્ટ તાત્કાલિક સુનાવણી કરે અને રાત સુધીમાં ર્આડર આપે તેની પ્રાથના. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયાની મૌખિક સુચના મળી છે, લેખિત મળ્યું નથી.

હે રામ ઈન્ડીયા ગઠબંધનના કાર્યકરોએ શહીદ જ થવાનું છે એમ પુછતા ચેકેદારો કોંગ્રેસના જ હતા તો કેમ આવું થયું ? તેના જવાબમાં નૈષધ દેસાઈએ કહ્યું કે ધારાસભ્ય અને સાંસદની હરાજી ચાલે છે. છેલ્લી ઘડીએ ટેકેદારોએ અરજી કરી છે તો શું અમારા ધ્યાનમાં નહી આવે અને ટેકેદારો અમારા સંપર્કમાં છે. ટેકેદારોને કોઈ રામભાવ અને પ્રેમભાવથી ઉપાડી ગયા છે. હવે અમેદવાર કોણ એ ફોર્મ ખેંચવાની તારીખે ખબર પડશે.

સુરતના ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ આ અંગે ઈલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે. કુંભામીના ડમી ઉમેદવાર સુરેશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ્દ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે.

સુરત બેઠક પરથી કુલ 24 ફોર્મ ભરાયા છે. તેમાં ભાજપ, કોગ્રેસ સાથે બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, લોગ પાર્ટી, બહુજન રિપબ્લિકન સોશિયલિસ્ટ પાર્ટી તથા ચાર અપક્ષમાંથી ફોર્મ ભરાયા છે.

આપના નેતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે હજી કશું ફાઈનલ થયું નથી. જે વાંદા ઉઠાવાયા છે તેનો જવાબ રજૂ કરવાનો સમય ચાર વાગ્યાનો છે. તે સમયે ફાઈનલ સ્ક્રુટિની થશે. કાયદા પ્રમાણે શું છે તે તમામ ચર્ચાઓ અમારા નિષ્ણાત વકીલના નેતૃત્વમાં ચાલી રહી છે.

કોંગ્રેસે આ વખતે મૂળ સૌરા।ટ્રના અમરેલીના નિલેશ કુંભાણી પર પસંદગી ઉતારી છે. બાંધકામ વ્યવસાય સાથે સંકલાયેલા કુંભાણી કોંગ્રેસમાં અજાત શત્રુ ગણાય છે. તેમછતા તેમની ટિકીટ કાપવા માટે કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા. કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી છે. પાટીદાર આંદોલનમાં તે ખૂબ સક્રિય હતા. તે સિવાય 2015 થી 2020 સુધીના સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર બન્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો. જોકે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં તું નામ જાણીતું છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત