રિલેશનશિપ/ કપરા સમયમાં સ્વસ્થ જીવન માટે સબંધને સાચવો

જીવનમાં ગમે તેટલા આગળ વધીએ પરંતુ રીલેટીવ વીનાનું જીવન નકામુ છે

Others
111 2 કપરા સમયમાં સ્વસ્થ જીવન માટે સબંધને સાચવો

આજના આધુનિક જીવનમાં એક પછી એક સાચા સબંધો મરતા જાય છે અને લાગણી વિહોણા, માત્ર નામના જ કહી શકાય તેવા કૃત્રિમ સબંધોનો જન્મ થતો રહે છે. પરંતુ કોઇ દિવસ આપણે વિચારીએ છીએ ખરા કે અનેક સુગંધથી ભરેલા તરોતાજા સબંધ વિલીન કેમ થઇ રહ્યા છે. એવા તો કયા પરીબળો છે જે આજના યુગમાં સબંધોનો ભોગ લઇ રહ્યા છે. ખાસ કરીને આ કોરોનાકાળમાં જ્યાં લોકોને એકબીજાની જરૂર હોય છે. ત્યાં લાગણીઓ મરી પરવારી છે.

શુ કહે છે ડોક્ટર..

આ વીશે વાત કરતા ડોક્ટર અનિકેત શાહ કહે છે કે, “કોઇ પણ સબંધને ટકાવી રાખવા માટે આત્મમંથન કરવુ જરૂરી છે. એવા કયા ગુણ પોતાની અંદર છે જેના કારણે તમારા સાથી કે અન્ય સહકર્મી તમારી સાથે જોડાઇ રહેવાનું પસંદ કરે. પોતાને પારખવા માટે સ્વયંમ સિવાય કોઇ ઉત્તમ નથી. મારી પાસે એવા ઘણા કેસ આવે છે જે કારણ વગર ડીપ્રેશનથી પીડાતા હોય છે. કોરોનાના કારણે એકબીજાને મળવાના જવાય તે સમજાય પરંતુ કોરોના સંક્રમિત સાથે ફોન કરીને વાત પણના કરાય એ વાત થોડી અઘરી લાગે છે. વાત કરવી પણ નથી અને વાત કર્યા વગર રહેવાતુ પણ નથી આવી બેવડી વિચારધારા વ્યક્તિને કોઇ પણ સમસ્યાના હોય છતા અનેક સમસ્યા સર્જે છે. અને અંતે ડીપ્રેશનનો ભોગ બની જાય છે. જેના કારણે એક બે નહી પણ ઘણા બધા સબંધો દાવ પર લાગી જાય છે. પરંતુ જો પરિવાર સાથે થોડી વાતચીત કરો અને સબંધો પ્રત્યે ઇમાનદારી રાખો તો કોઇ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે.”

અહીં એવા દરેક રીલેશનની વાત છે જે તમારા જીવનને સ્પર્શ કરે છે. હું છુ તુ તારે ચીંતા ના કર એવુ કહેનાર કોઇ ના હોય ત્યારે હિંમતથી આગળ વધવાની ઝંખના મરી પરવારે છે. માટે જ સબંધને સાચવતા અને તેમાં જીવતા શીખવુ તે જીવનનું પહેલુ અધ્યન છે.

એક સર્વે અનુસાર  ૩૦ ટકા લોકોને અંગત સબંધ સાચવવામાં રસ છે જ્યારે ૨૦ ટકા લોકો એવુ માને છે કે, જીવનમાં ગમે તેટલા આગળ વધીએ પરંતુ રીલેટીવ વીનાનું જીવન નકામુ છે. જ્યારે સાડાસાત ટકા લોકો કોઇ પણ ભોગે સબંધોને હંમેશા જીવંત રાખવા માંગે છે. પરંતુ ૪૩ ટકા લોકો એવુ માની રહ્યા છે કે સબંધ નીભાવવા  જોઇએ.. પણ એટલી હદે પણ નહી કે પાછળથી તમને એમ લાગે કે કાશ મે આમ ના કર્યુ હોત તો સારૂ.

સબંધને જીવંત રાખવા આત્મ વિશ્લેષણ જરૃરી

ઇમાનદારઃ કોઇ પણ સબંધને દીર્ધકાલીન સુધી કાયમી રાખવા માટે જરૂરી છે કે સબંધોમાં ઇમાનદારી હોય. ઇમાનદારીના કારણે લોકોનો વિશ્વાસ આપણા પર ટકી રહે છે. ખોટુ બોલનાર અને ખોટુ કરનારા લોકો પર કોઇ જલ્દી વિશ્વાસ નથી કરતા.

સ્પષ્ટ વાતચીતઃ કોઇની વાત ગમતી ના હોય તો તેને સ્પષ્ટ કહેવુ જરૂરી છે. તે મારા વિશે શુ વિચારશે તેમ સમજવાથી સબંધોમાં કડવાશ આવે છે અને અંતે સબંધ પર પુર્ણ વિરામ આવી જાય છે.

નિડરતાઃ  સબંધને સાચવવા માટે નિડર હોવુ પણ અનિવાર્ય છે. મિત્રમાં કોઇ અવગુણ છે તો નિડરતાથી તેને જણાવો અને તેને દુર કરવામાં મદદ પણ કરો. સબંધને તોડી નાંખવાથી મિત્ર ગુમાવવાની સાથે એ પણ સાબિત થાય છે કે સબંધ સાચવવામાં તમે નિડર નથી.

પારિવારીક સબંધઃ જેમ આપણે પોતાના પરિવાર સાથે સબંધ નિભાવીએ છીએ તેવી જ રીતે આપણા સાથીદારના પરિવાર સાથે પણ સબંધ નિભાવવા જોઇએ. દરેક સબંધને માન આપો.