Not Set/ Gujarat માં વધુ નવા ચાર એક્સપ્રેસ વે બનશે: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા

વડોદરા: વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, Gujarat માં એક્સપ્રેસ વેના ચાર  નવાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરાના સર્કિટ હાઉસમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજ્યા બાદ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યમાં એક્સપ્રેસ વેના ચાર મહત્વના પ્રોજેકટો હાથ ધરવામાં આવ્યા છે. આ બેઠકમાં અધિકારીઓએ એક્સપ્રેસ વે સહીત […]

Top Stories Ahmedabad Gujarat Vadodara Others Trending Politics
More Four New Express-ways will Built in Gujarat: Union Minister Manusukh Mandviya

વડોદરા: વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, Gujarat માં એક્સપ્રેસ વેના ચાર  નવાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરાના સર્કિટ હાઉસમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજ્યા બાદ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યમાં એક્સપ્રેસ વેના ચાર મહત્વના પ્રોજેકટો હાથ ધરવામાં આવ્યા છે. આ બેઠકમાં અધિકારીઓએ એક્સપ્રેસ વે સહીત રાજ્યમાં ચાલતા હાઈ-વેના નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી. એટલું જ નહિ બેઠકમાં ખેડૂતો દ્વારા જમીન સંપાદનને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા.

વડોદરા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય આગામી દિવસોમાં સૌથી લાંબો એક્સપ્રેસ વે બનવા તરફ જઈ રહ્યું છે તેમ કહીને તેની રૂપરેખા આપી હતી.

મનસુખ માંડવિયાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં ચાર એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. જે ૬૫૦ કિલોમીટરનું લાંબુ નેટવર્ક ધરાવશે. જેમાં એક એક્સપ્રેસ વે વડોદરાથી કીમ સુધીનો બનશે. જે મુંબઈ સાથે ગુજરાતને જોડશે. આ એક્સપ્રેસ વે રૂપિયા ૮૫૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. બીજો દિલ્હી-દાહોદ-ગોધરા થઇથી વડોદરાને જોડતો એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. જે રૂપિયા ૩૦,000 કરોડના ખર્ચે બનશે. ત્રીજો અમદાવાદથી ધોલેરા સુધીનો એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. જે ૭૦૦૦ કરોડના ખર્ચે બનશે. જયારે ચોથો એક્સપ્રેસ વે સાજોડથી રાધનપુર સુધીનો બનશે. જે કંડલા બંદરને જોડશે. આ એક્સપ્રેસ વે ૧૨૪ કિમીનો હશે. જે રૂપિયા ૬૫૦૦ કરોડના ખર્ચે બનશે. આગામી ડીસેમ્બર સુધીમાં દર એક એક્સપ્રેસ વેની કામગીરી નો શિલાન્યાસ પણ કરવામાં આવશે તેમ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મનસુખ માંડવિયા એક્સપ્રેસ વેની કામગીરી અંગે આવ્યા હોવાની માહિતી ખેડૂત અગ્રણીઓને મળતા તેઓએ એક્સપ્રેસ વે માટેની જમીન સંપાદનમાં ખેડૂતોને એક જ વિસ્તારમાં અલગ અલગ જંત્રીઓ પ્રમાણે રકમ ચુકવાતી હોવાની રજૂઆત કરી હતી.

હાર્દિક પટેલ અંગે ટિપ્પણી કરવાનો કર્યો ઇનકાર

Mansukh Mandviya Vadodara1 Gujarat માં વધુ નવા ચાર એક્સપ્રેસ વે બનશે: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા
mantavyanews.com

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ૧૫ દિવસ થયા છે, ત્યારે ભાજપના સૌરભ પટેલ સહીત નાયબ મુખ્યમંત્રી પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે, તો સામે હાર્દિકને દેશભરમાંથી નેતાઓ મળી રહ્યા છે અને સમર્થન કરી રહ્યા છે. આ સંજોગોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને હાર્દિક પટેલના આંદોલન અંગે સવાલ કરતા તેઓએ કઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી 

ગુજરાત રાજ્ય માં આગામી દિવસોમાં નેશનલ હાઈવે ઓથોરિટી ધ્વારા ચાર મુખ્ય એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. જેને લઈને આજે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ વડોદરાના સર્કીટ હાઉસ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ખાસ બેઠક નું આયોજન કર્યું હતું. બેઠકમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અધિકારીઓએ એક્સપ્રેસ વે સહીત રાજ્યમાં ચાલતા હાઈ વેના નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી અને કોન્ટ્રકટરોની કોઈ મૂંઝવણ હોય તો તે પણ સાંભળવામાં આવી હતી. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યોએ પણ પોતાના મંતવ્યો હાઈવે ઓથોરિટીને આપ્યા હતા.