સુરત,
સુરતમાં એક મહિલાએ ઘરકંકાસથી ત્રાસીને બે બાળક સાથે મહિલાએ ટ્રેનનીચે પડતું મુકી જીવનનો અંત આણી લીધો હતો. પુત્ર અને પુત્રી સાથે મહિલા ટ્રેન નિચે પડતું મુક્તા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચા ગઇ હતી. મોટી દીકરીએ માતાનો હાથ છોડાવી ભાગી જતા બચી ગઇ હતી. આ લોકો મહારાષ્ટ્રના અમલનેરાના વતની હતા.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી આશા સંતોષ પાટીલને તેના પતિ સાથે વારંવાર ઝઘડાઓ થતા હતા. આથી મહિલાએ તેના ત્રણેય સંતાનો સાથે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે પરિવારે રૂપિયા 25,000ની લૉન પણ લીધી હતી. જેની ચુકવણી પેટે પરિવાર મહિને રૂપિયા. 1100નો હપ્તો પણ ભરતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આશાબેને લોકોનાં ઘરકામ કરતી હતી.
ઓછી આવક અને બીજી તરફ લેણદારીનો ઉઘરાણીને કારણે પરિવાર ત્રસ્ત હતો. આ તમામ સમસ્યાનો અંગ લાવવા માટે મહિલા તેના ત્રણ સંતાનો મનિષ, દિપાલી અને મોટી દીકરી દિવ્યાને લઈને ઉધના સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર પહોંચી હતી.
ત્રણ સંતાનને લઈને તે ટ્રેક પર ઉભી રહી ગઈ હતી. જોકે, મોટી દીકરી માતાનો ઈરાદો સમજી જતા તેનો હાથ છોડાવીને ભાગી ગઈ હતી. જ્યારે ટ્રેન અડફેટે આશાબેન અને તેના બે સંતાન મનિષ અને દિપાલીનું મોત નીપજ્યું હતું.