Not Set/ મારી લડત નથી,છતાં પિતા સાથે ઉભી છું : મલ્લિકા દુઆ

મુંબઇ ભારતમાં # MeToo કેમ્પેનએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં વાવઝોડું લાવ્યું છે. બોલીવુડ સિવાય રાજકારણ અને પત્રકારત્વ સાથે સંકળાયેલ યુવતીઓ આગળ આવી રહી છે અને તેમની સાથે થયેલાં જાતીય સતામણીના કિસ્સાઓ શેર કરી રહી છે. આ સિલસિલામાં પત્રકાર વિનોદ દુઆ પર ફિલ્મ નિર્માતા નિષ્ઠા જૈને જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. વિનોદ દુવાએ હજુ સુધી તેની […]

Uncategorized
gty મારી લડત નથી,છતાં પિતા સાથે ઉભી છું : મલ્લિકા દુઆ

મુંબઇ

ભારતમાં # MeToo કેમ્પેનએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં વાવઝોડું લાવ્યું છે. બોલીવુડ સિવાય રાજકારણ અને પત્રકારત્વ સાથે સંકળાયેલ યુવતીઓ આગળ આવી રહી છે અને તેમની સાથે થયેલાં જાતીય સતામણીના કિસ્સાઓ શેર કરી રહી છે.

આ સિલસિલામાં પત્રકાર વિનોદ દુઆ પર ફિલ્મ નિર્માતા નિષ્ઠા જૈને જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. વિનોદ દુવાએ હજુ સુધી તેની વિરુદ્ધ આરોપો જવાબ આપ્યો નથી વચ્ચે તેમની પુત્રી મલ્લિકા દુઆએ તેની પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાએ તેના પર આરોપ લગાવનારી મહિલાને પત્ર લખ્યો છે.

મલ્લિકા કહે છે કે જો આ આરોપ સાચો છે અને જો તેના પિતા દોષિત છે તો તે ખૂબ દુખદ અને અસ્વીકાર્ય છે. તે આ ઝુંબેશ સાથે છે. આ મારી લડત નથી પરંતું મારા પિતાની છે. મલ્લિકાએ જો કે તેના પિતાને સપોર્ટ કરતાં એમ પણ કહ્યું કે આ તેના પિતાની લડત છે અને તે તેમની સાથે ઉભી છે.

આપને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતાએ નિષ્ઠા જૈને ફેસબુક શેર કરેલ એક લાંબી પોસ્ટમાં  વિનોદ દુઆ પર આરોપ મૂક્યો છે.નિષ્ઠા અનુસાર, 1989માં જ્યારે તેમને નોકરીના ઇન્ટરવ્યૂના માટે મળ્યા હતા, ત્યારે વિનોદે તેમને અશ્લીલ ટુચકાઓ સંભળાવતા હતા એટલું જ નહીં પરંતું બિભત્સ વાતો પણ કરતાં હતા.