Not Set/ ટ્રમ્પને હવામાન અને આબોહવા વચ્ચેનો તફાવત નથી ખબર, ૧૮ વર્ષની ભારતીય વિદ્યાર્થિનીએ ઉડાવી મજાક અને પછી..

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટનું જબરદસ્ત મજાક ઉડી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પથી ૫૪ વર્ષ નાની ભારતની રહેવાસી વિદ્યાર્થિનીએ તેમની બોલતી બંધ કરી દીધી હતી. આસામની રહેવાસી એવી આ વિદ્યાર્થિનીએ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટ્વીટની જોરદાર જાટકણી કાઢી હતી. Brutal and Extended Cold Blast could shatter ALL RECORDS – Whatever happened to Global Warming?— Donald J. Trump […]

Top Stories India World Trending
GettyImages 870730432.0 ટ્રમ્પને હવામાન અને આબોહવા વચ્ચેનો તફાવત નથી ખબર, ૧૮ વર્ષની ભારતીય વિદ્યાર્થિનીએ ઉડાવી મજાક અને પછી..

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટનું જબરદસ્ત મજાક ઉડી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પથી ૫૪ વર્ષ નાની ભારતની રહેવાસી વિદ્યાર્થિનીએ તેમની બોલતી બંધ કરી દીધી હતી.

डोनाल्ड ट्रंप ने ग्लोबल वार्मिंग पर तंज कसते हुए किया ट्वीट, 18 साल की आस्था ने ऐसे कर दी बोलती बंद

આસામની રહેવાસી એવી આ વિદ્યાર્થિનીએ અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટ્વીટની જોરદાર જાટકણી કાઢી હતી.

વોશિંગ્ટનમાં ૨૧ નવેમ્બરના રોજ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું કે, ‘ ક્રૂર અને વિસ્તારિત ઠંડી દરેક રેકોર્ડ તોડી દેશે. ગ્લોબર વોર્મિંગ સાથે શું થશે ?

https://twitter.com/thebuttcracker7/status/1065521728296640512

આ ટ્વીટની જવાબ આસામના જોરહાટની ૧૮ વર્ષની આસ્થાએ આપ્યો હતો.તેણે કમેન્ટ કરી કે હું તમારા કરતા ૫૪ વર્ષ નાની છુ. અને ધોરણ ૧૦માં એવરેજ માર્ક્સથી પાસ થઇ છુ.

પરંતુ હું તમને જણાવી દઉં કે  હવામાન એ આબોહવા નથી. હવામાન અને આબોહવામાં આભ-જમીનનો ફેર છે. જો તમને આ વિશે કોઈ મદદ જોઈએ તો હું તમને ઈનસાઈકલોપીડીયાની બુક આપી શકું છુ જે હું ધોરણ ૨ દરમ્યાન મારી સાથે હતી. તેમાં ફોટા સહિત દરેક માહિતી છે.દુનિયાભરમાંથી આ ટ્વીટને ૨૨,૦૦૦ લાઇક મળી ચુક્યા છે અને ૫૧૦૦ વખત રીટ્વીટ કર્યું છે.

જુઓ આ છે હવામાન અને આબોહવા વચ્ચે તફાવત 

હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સૂકી, શાંત કે તોફાની, સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે,

જ્યારે આબોહવા (ક્લાઇમેટ) લાંબા ગાળાની વાતાવરણને લગતી પરિસ્થિતિઓની સરેરાશ દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે. જ્યારે આબોહવા (ક્લાઇમેટ) લાંબા ગાળાની વાતાવરણને લગતી પરિસ્થિતિઓની સરેરાશ દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા છે.

આપણે ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનો અનુભવ કરીએ છીએ.આ ભિન્ન-ભિન્ન આબોહવાની સ્થિતિઓ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ. સ્થળ પરની આબોહવા એ સરેરાશ હવામાન છે જેનો અનુભવ લાંબા સમય સુધી થાય છે.સ્થળ પરની આબોહવા નિર્ધારિત કરતાં ઘટકો એ એકંદર વરસાદ,સૂર્યપ્રકાશ,હવા,ભેજ અને ઉષ્ણતામાન છે.