Not Set/ આતંકવાદી વાનીને ઠાર કરાયા બાદ ૧૨૦૦ વિદ્યાથીઓએ AMU છોડવાની આપી ધમકી

લખનઉ, ઉત્તરપ્રદેશના અલીગઢ સ્થિત AMU (અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી)નું નામ માત્ર ભારતમાં જ નહિ પણ દુનિયામાં પણ જાણીતું છે. જાકિર હુસેન, જાવેદ અખ્તર, નસીરુદ્દીન શાહ જેવા ખ્યાતનામ લોકોએ આ યુનિવર્સીટીમાંથી અભ્યાસ કર્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી AMU એક મુદ્દાને લઈ ચર્ચાનું કેંદ્ર બની છે. ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાથીઓએ AMU છોડવાની આપી ધમકી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં અભ્યાસ […]

Top Stories India Trending
mananwaniamu 35 5 આતંકવાદી વાનીને ઠાર કરાયા બાદ ૧૨૦૦ વિદ્યાથીઓએ AMU છોડવાની આપી ધમકી

લખનઉ,

ઉત્તરપ્રદેશના અલીગઢ સ્થિત AMU (અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી)નું નામ માત્ર ભારતમાં જ નહિ પણ દુનિયામાં પણ જાણીતું છે. જાકિર હુસેન, જાવેદ અખ્તર, નસીરુદ્દીન શાહ જેવા ખ્યાતનામ લોકોએ આ યુનિવર્સીટીમાંથી અભ્યાસ કર્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી AMU એક મુદ્દાને લઈ ચર્ચાનું કેંદ્ર બની છે.

૧૨૦૦ કાશ્મીરી વિદ્યાથીઓએ AMU છોડવાની આપી ધમકી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી ચુકેલા મન્નાન વાની કે જે એક વિદ્યાર્થીમાંથી આતંકી બન્યો હતો. આ મુદ્દાને લઈને જ છેલ્લા ૪ દિવસથી AMUમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. AMUમાં પરિસ્થિતિ એ આવી ગઈ છે કે, આ યુનિવર્સીટીમાં અભ્યાસ કરનારા ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાથીઓએ AMU છોડવાની ધમકી આપી છે.

હકીકતમાં, કાશ્મીરમાં મન્નાન વાની નામના એક આતંકીનું એન્કાઉન્ટર થયા બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં દેશદ્રોહના નારાઓ લાગી રહ્યા છે.

પ્રશાસન અને કાશ્મીરી વિદ્યાથીઓ આમને – સામને

આ ઉપરાંત યુનિવર્સીટી પ્રશાસન અને કાશ્મીરી વિદ્યાથીઓ આમને – સામને આવી ગયા છે. AMUમાં પૂર્વ વિદ્યાથીસંઘના નેતા સજ્જાદ સુભાને એક ચિઠ્ઠી લખીને પ્રશાસનને ચેતવણી આપી છે કે, જો તેઓની માંગણી સાંભળવામાં નહિ આવે તો, ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાથીઓ પોતાની ડિગ્રી છોડીને કાશ્મીર પાછા ચાલ્યા જશે.

કુપવાડામાં એન્કાઉન્ટર દરમિયાન મન્નાન વાનીને કરાયો હતો ઠાર

આ મામલો આતંકી મન્નાની ક્યારેક AMUનો વિદ્યાથી હતો, પરંતુ તે પોતાનો અભ્યાસ છોડીને આતંકી બન્યો હતો. ત્યારબાદ ગુરુવારે કુપવાડામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં મન્નાન વાનીને ઠાર કરવામાં આવ્યો હતો.

આતંકી મન્નાન વાનીને ઠાર કરાયા બાદ AMUમાં કાશ્મીરી વિદ્યાથીઓએ શોક સભા પણ રાખી હતી. આ ઉપરાંત આરોપ એ પણ છે કે, આ શોક સભા દરમિયાન દેશ વિરોધી નારાઓ પણ લાગ્યા હતા. જેને લઈ ૩ વિદ્યાથીઓ સામે દેશદ્રોહનો કેસ પણ દાખલ કરાયો હતો.

તપાસ કમિટીનું કરાયું ગઠન

બીજી બાજુ યુનિવર્સીટી પ્રશાસન તેમજ પોલીસ દ્વારા અલગ અલગ સ્તર પર તપાસ કમિટી બનાવવામાં આવી છે. AMU દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે આગામી ૭૨ કલાકમાં પોતાનો રિપોર્ટ આપશે, જયારે પોલીસ દ્વારા પાન SITનું ગઠન કરાયું છે.