Not Set/ કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે

૩૭૦મી કલમ નાબૂદી અને કેન્દ્રશાસિત બે વર્ષ બાદ આતંકવાદી હુમલાના ઘટેલા પ્રમાણ સાથે યથાવત ઃ કાશ્મીરી પંડિતોના પુનઃવસવાટ માટેની કામગીરી ઢીલી છે

India Trending
કાશ્મીર 5 કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 
કાશ્મીર સ્થિતિ : જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦મી કલમની નાબૂદી એ જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન હતું. તેમના અનુગામી પક્ષ ભાજપ ૧૯૯૯થી ૨૦૦૪ સુદી સત્તા પર રહ્યો છતાં ગઠબંધનનો ધર્મ નિભાવવાના ઓઠા હેઠળ પૂર્ણ ન કરી શક્યો. ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એન.ડી.એ.ની સત્તા આવી. ભાજપને એકલા હાથે સ્પષ્ટ બહુમતી મળી હતી છતાં પાંચ વર્ષ બીજા બધા નિર્ણયો લેવામાં નીકળી ગયા. ૨૦૧૯માં ભાજપની ફરી સત્તા આવી ત્યારે તે જ વર્ષમાં પાંચમી ઓગસ્ટે ૩૭૦મી કલમની નાબૂદી સાથે જમ્મુ-કાશ્મીર અને લડાખના વિભાજનનો નિર્ણય લઈ અમલી પણ બનાવાયો. આમ જનસંઘ વખતનું સ્વપ્ન જનતા પાર્ટી વખતે પૂર્ણ ન થયું પણ ભાજપની બહુમતીવાળી ત્રીજી ટર્મમાં પૂર્ણ થયું. દરેક સારા નિર્ણયનો વિરોધ કરવાવાળા પડ્યા હોય છે તેમ આનો વિરોધ પણ થયો તે કોઈ નવી વાત નથી. હવે આ વાતના નિર્ણયને પગલાંને બે વર્ષ થઈ ચૂક્યા છે તેમ છતાં અમૂક પ્રશ્નો ત્યાં પત્યા નથી. જમ્મુ-કાશ્મીરમાં અપાયેલા વચન પ્રમાણે આતંકવાદી તત્વોને ખત્મ કરી શકાયા નથી. હજી છે જ અને છેલ્લા એક સપ્તાહથી તો એકા’દ દિવસ જ એવો ખાલી ગયો હશે કે જે દિવસે આતંકવાદી હુમલાનો બનાવ બન્યો ન હોય. આના કારણમાં નથી પડવું પણ એટલું તો ચોક્કસ કહેવું પડશે કે સવા ચાર વર્ષ સુધી ભાજપની ભાગીદારી સાથે મહેબુબા મુફ્તીની સરકાર જે રીતે ચાલી તેના કારણે આતંકવાદી અને અલગતાવાદી તત્વોના મૂળિયા ઊંડા ગયા છે. કેન્દ્રના સત્તાધારી પક્ષને મોડે મોડે પણ પોતાની ભૂલ સમજાઈ તે સારી વાત કહેવાય.

himmat thhakar કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે
જમ્મુ-કાશ્મીરને ફરી પુર્ણ રાજ્યનો દરજ્જાે હજી અપાયો નથી. યોગ્ય સમયે અપાશે તેવી ખાતરી અપાઈ છે પરંતુ આ યોગ્ય સમય ક્યારે આવશે તે હજી નક્કી નથી થયું અથવા તો સત્તાવાર રીતે જાહેર થયું નથી. પરંતુ આજે વાત કરવી છે તે કાશ્મીરી પંડિતોની વ્યથાની વાત કરવી છે. ૧૯૯૦ની આસપાસના સમયગાળામાં ત્રાસવાદ વધ્યો. કાશ્મીર ખીણમાં આવા આતંકવાદી તત્વોનું જાેર વધ્યું ત્યારે ભયભીત બની કાશ્મીરી પંડિતોએ પોતાનું વતન છોડ્યું. અમુકે દિલ્હીમાં મુકામ કર્યો. અમૂક યુપીમાં ગયા, અમુક ઉત્તરાખંડમાં ગયા અને જેઓ બીજા રાજ્યોમાં જઈ શકવાની સ્થિતિમાં નહોતા તે જમ્મુમાં રહ્યાં.

કાશ્મીર કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે
આ કાશ્મીરી પંડિતોને ફરી વસાવવાની વાતો ૨૦૧૪થી શરૂ થઈ છે. કહે છે કે તેમના માટે આવાસો બાંધવા માટેની બે યોજના અમલી બનાવાઈ છે. પરંતુ આ સંખ્યા ૧૦ હજારથી વધતી નથી તેવું આ આવાસ યોજનાના કાગળો પરથી લાગે છે. કાશ્મીરી પંડિતોના પરિવારોની સંખ્યા અંગે વિરોધાભાસી વિગતો બહાર આવે છે. કો’ક દોઢ લાખ કહે છે તો કો’ક ૧ લાખ કહે છે અને કેટલાક ૭૫ હજાર પરિવારો હોવાનું કહે છે. જે હોય તે પણ જેટલી સંખ્યા હોય તેને તબક્કાવાર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સાથે વસાવી તેને પુનઃ સ્થાપિત કરવાની કેન્દ્રની ફરજ છે. ચૂંટણી સીમાંકન કે સત્તા મેળવવાની રાજરમત ભલે ચાલુ રહે પણ સાથોસાથ જમ્મુ-કાશ્મીરની આ મૂળ પ્રજાને ત્યાં વસવાટ કરવા માટે અને તેમની સલામતી માટેની નક્કર વ્યવસ્થા થવી જાેઈએ.

કાશ્મીર 1 કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે
ભલે ૩૭0મી કલમની નાબૂદી અને મહેબુબા મુફ્તીના શાસન બાદ આતંકવાદી બનાવો ઘટ્યા છે તે વાત સાચી છે. શુક્રવારે શ્રીનગરમાં બપોરના સમયે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારો થતાં તે બંધ થયા છે. જવાનો પર પથ્થરબાજી થવાના બનાવો પણ લગભગ અદ્રશ્ય થયા છે. નવા આતંકવાદીઓ ઉભા થયા નથી. ૨૦૧૯માં પથ્થરબાજીની ૧૯૯૯ ઘટના બની હતી. ૨૦૨૦માં ૨૨૦ ઘટના બની હતી.

કાશ્મીર 2 કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે
કાશ્મીર સ્થિતિ અંગે અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતાં રહે છે. જાે કે ૧લીથી ત્રીજી ઓગસ્ટ સુધીમાં ત્રાસવાદી હૂમલાના ત્રણ બનાવો બન્યા છે. ભલે નવા આતંકવાદી ઘૂસ્યા નથી તે વાત માની લઈએ પણ જે આવા તત્વો છે તે પણ સો ટકા નાબૂદ થયા નથી તે વાત પણ સ્વીકારવી પડે તેમ છે. બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં મંદિરોની સંખ્યા ૧૦ હજારથી વધારે છે. આતંકવાદીઓના ત્રાસથી પુજારીઓએ હિજરત કરતાં આ મંદિરો જર્જરીત બન્યા હતાં પરંતુ હવે આ મંદિરોના જિર્ણોદ્ધારની દિશામાં કાર્યવાહી શરૂ થઈ છે.

કાશ્મીર 3 કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે
કાશ્મીર સ્થિતિ : મંદિરો તો અગાઉની સ્થિતિમાં આવી જશે પરંતુ ત્યાં પૂજા કોણ કરશે ? ભલે અમૂક પરિવારો પરત ફર્યા છે. દિલ્હી યુપી ઉત્તરખંડ સહિતના સ્થળોએ વસતા કાશ્મીરી પંડિતોને પરત ક્યારે લવાશે ? અત્યારે ભલે આ પંડિતો અન્ય  રાજ્યોમાં સ્થાયી થયા હોય પરંતુ તેમાનો મોટો વર્ગ પણ એવો હશે કે જે ‘જનની જન્મભૂમિ સ્વર્ગદયી ગરિયસી’ એટલે કે જન્મભૂમિને સ્વર્ગ કરતાં પણ વધુ મહત્ત્વ આપનારો વર્ગ પણ હશે તેની લાગણી સમજીને પણ આ તમામ નહિ તો ૭૦ ટકા પંડિતો પણ જમ્મુ કાશ્મીરમાં રહેવા આવે તેવું વાતાવરણ સર્જવું પડશે, વસાવવા પડશે.

કાશ્મીર 4 કાશ્મીરમાં બે વર્ષમાં સ્થિતિ થોડી સુધરી પણ ઘણું કામ બાકી છે
જ્યારે જમ્મુ-કાશ્મીર અને તેમાંય ખાસ કરીને સીમના વિસ્તારોમાં આતંકવાદના જે મૂળિયા છે તે પણ જડમૂળથી ઉખેડવા માટે જરૂરી તમામ પગલાં ભરવા પડશે. ભલે આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ઘણું કામ થયું છે. યુવાનોની મોટી સંખ્યા સફરજનના ખેતરોમાં કે હાઉસ બોટ પર દેખાય છે. જમ્મુ-કાશ્મીર પૈકી માત્ર મતબેંક ખ્યાલમાં રાખી માત્ર જમ્મુમાં જ ધ્યાન આપવાને બદલે કાશ્મીર ખીણ વિસ્તારને મહત્વ આપવું પડશે. ત્યાં વર્ષોથી ધામા નાખી પડેલા અલગતાવાદી તત્વોને વીણી-વીણીને સાફ કરવા પડશે. કાશ્મીર ખીણના છેવાડાના વિસ્તારોમાં આવેલા ગામોમાં રહેતા લોકોને ભય-ભૂખ અને બેકારીથી મુક્ત બનાવવા પડશે. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક લોકોની સાથે પર્યટકોને પણ આકર્ષવા પડશે. જાે આવું થશે તો જ કાશ્મીરની અગાઉની રોનક પાછી આવી શકશે. તેમાંય આતંકવાદનો સાવ સફાયો અને કાશ્મીરી પંડિતોનો પુનઃવસવાટ માટે ગોકળગાયની ગતિએ નહિ યુદ્ધના ધોરણે પગલાં ભરવા પડશે.