Not Set/ નખના રંગમાં બદલાવ, તેના પર પાતળી રેખાઓ, હવે કોરોનામાં નવા લક્ષણો પણ આવ્યા સામે

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હાથના નખનો રંગ બદલાવ એ પણ કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં નખ નો રંગ બદલાવો એક્સમાન્ય અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે

Health & Fitness Trending
nail નખના રંગમાં બદલાવ, તેના પર પાતળી રેખાઓ, હવે કોરોનામાં નવા લક્ષણો પણ આવ્યા સામે

કોરોના વાઈરસ આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં તેના લગતા અનેક અલગ-અલગ તારનો વૈજ્ઞાનિકોએ જણાવ્યા છે. તો સાથે કોરોનાના લક્ષણોમાં પણ વખતોવખત ફેરફાર થતો હોય તેમ વિજ્ઞાનીકો જણાવી રહ્યા છે. ત્યારે હવે  કોરોના દર્દીઓના નખ ને લઇ કેટલીક સમસ્યાઓ સામે આવી છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હાથના નખનો રંગ બદલાવ એ પણ કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં નખ નો રંગ બદલાવો એક્સમાન્ય અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વૈજ્ઞાનિકોએ તેને ‘કોવિડ નેલ’ નામ આપ્યું છે. અત્યાર સુધી કોરોના દર્દીઓમાં તાવ, ઉધરસ, થાક અને સ્વાદ કે સુંઘવાની ક્ષમતામાં ઘટાડો જેવા લક્ષણો જોવા મળ્યા હતા.  પરંતુ નવું લક્ષણ આંચકાજનક છે. આ દાવો વૈજ્ઞાનિકોએ પૂર્વ એંગ્લિઆ યુનિવર્સિટીના સંશોધન દરમિયાન કર્યો છે.

વૈજ્ઞાનિકો કહે છે કે નખના અડધા ભાગમાં રંગ બદલવાનું કારણ વાયરસ હોઈ શકે છે. ચેપ પછી, વાયરસની અસરમાં વધારો રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે. પરિણામે નખનો રંગ બદલાય છે. ચેપગ્રસ્ત દર્દીઓમાં લોહીના ગંઠાઇ જવાને કારણે પણ આ થઈ શકે છે.

COVID‐19 and nail manifestation: be on the lookout for the red half‐moon  nail sign - Méndez‐Flores - 2020 - International Journal of Dermatology -  Wiley Online Library

સંશોધન અહેવાલ મુજબ, આ લક્ષણો કેટલા સમય સુધી રહે છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દર્દીઓમાં હાલમાં  એકથી 4 અઠવાડિયા સુધી આ લક્ષણો જોવા મળ્યા છે.

નખમાં કેટલું પરિવર્તન આવ્યું , આ 3 કેસોમાંથી જાણીએ 

1- નખ નબળા પડે છે અને પડી જાય છે
કોરોના ચેપગ્રસ્ત મહિલાના નખ તેના મૂળથી ઢીલા થઇ ગયા હતા.  ત્રણ મહિના પછી નખ પડ્યા. આને ઓન્કોમાઈકોસીસ કહેવામાં આવે છે. જેમ જેમ રોગના રીકવરી આવતી ગઈ તેમ નવા નખ આવવાનું શરૂ થયું.

COVID Nails: These Changes to Your Fingernails May Show You've Had  Coronavirus

2- નખ ઉપર નારંગી રંગના ડાઘા જેવું દેખાય છે.

કોવિડ -19 થી સંક્રમિત દર્દઓમાં  112 દિવસ પછી નખ ઉપર નારંગી રંગના ધાબા જોવા મલ્ય હતા. એક મહિના પછી પણ , આ નિશાન અકબંધ રહ્યા હતા. આ પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

3- નખ પર સફેદ રેખાઓ દેખાઈ
કોરોનાના બીજા કિસ્સામાં, દર્દીના ન્ખુપ્ર સફેદ રંગની રેખાઓ જોવા મળી હતી. વાયરસની પુષ્ટિ થયાના 45 દિવસ પછી આ રેખાઓ દેખાઈ. આ રેખાઓ સારવાર સાતે જતી રહી હતી.

What Are 'COVID Nails' and How Can You Identify Them | Mumbai Live

ટેન્શનની અસર નેઇલ પર પણ દેખાય છે.
કોરોના દર્દીઓના હાથ અને પગના નખમાં ખાસ લાઇનો પણ જોવા મળી છે, જે ચેપના 4 અઠવાડિયા પછી દેખાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તાણ, ચેપ, શરીરમાં કીમોથેરાપીની આડઅસર પછી નખ અસ્થાયી રૂપે વધવાનું બંધ કરે છે. આ કોવિડને કારણે હોઈ શકે છે.

આ રેખાઓ નખના મૂળથી સહેજ  ઉપર હોઈ શકે છે.  તેમના માટે કોઈ ઉપાય નથી. સારવારથી તે ધીરે ધીરે સારું થાય છે.

જાણવા જેવું / કોરોનાની વેક્સિન આખરે હાથમાં જ કેમ આપવામાં આવે છે?