Not Set/ વડોદરામાં હવે અમદાવાદની જેમ બનશે કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ, ચાર અતિથિ ગૃહ કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરામાં ફેલાતાં કોરોના સંક્રમણને લઇને ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા નીતિન પટેલે કહ્યું કે વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા દસેક દિવસથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તેમજ […]

Top Stories Gujarat Vadodara
nitin patel iuans વડોદરામાં હવે અમદાવાદની જેમ બનશે કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ, ચાર અતિથિ ગૃહ કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરામાં ફેલાતાં કોરોના સંક્રમણને લઇને ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા નીતિન પટેલે કહ્યું કે વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા દસેક દિવસથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં દિવાળી પછીનો એક સમય સારો આવ્યો હતો કે રાજ્ય સરકારની અને ખાનગી હોસ્પિટલની પથારી ખાલી થઈ ગઈ હતી. કોરોનાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓ ઓછા આવતા હતા. પણ કમનસીબે સમગ્ર દેશમાં એકસાથે પીકની શરૂઆત થઈ તે જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા દસેક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવી ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધારે થાય છે.

નીતિન પટેલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં 700 કેસો આવતા હતા. અને અત્યારે 2200-2300 દર્દીઓ આવે છે. તેવામાં વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વડોદરાની મીટિંગમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. અમે એક-એક વોર્ડ અને એક-એક હોસ્પિટલનો રિવ્યુ કરે છે. અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જે સ્થિતિ છે તેને લઈને જરૂરી નિર્ણયો કર્યા છે. અને આવતીકાલથી નવા નિર્ણયોનો અમલ થઈ જશે.

પ્રથમ નિર્ણયઃ ધનવંતરી રથ દ્વારા સમગ્ર શહેરોમાં 200 જેટલી ટીમો બનાવી આરોગ્યની ચકાસણી કરવાનું કામ ચાલુ છે. વડોદરા શહેરમાં દરેક વિભાનસભા દીઠ અમદાવાદ, સુરતની જેમ બે કેમ્પ યોજવામાં આવશે. અને તેમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. શહેરીજનો ધનવંતરી રથની સાથે કેમ્પ પર જઈને ટેસ્ટ કરાવી શકશે.

બીજો નિર્ણયઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર અતિથિગૃહમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પૈકીના વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાય તો તેઓને હોસ્પિટલનાં બદલે કોવિડ કેર સેન્ટર બનાવીને સારવાર તેમજ જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવશે. અને ડોક્ટરી તપાસમાં જેમને વધારે લક્ષણો હશે તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક લક્ષણો ધરાવતાં દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જેને કારણે જરૂરિયાતવાળા દર્દીઓને બેડ મળતા ન હતા.

આ ઉપરાંત નીતિન પટેલે ખાનગી હોસ્પિટલોને ચેતવણી પણ આપી હતી કે ખોટા બિલ બનાવવા માટે દર્દીઓને હોસ્પિટલમાં ન રાખવા. ખોટી રીતે બેડ રોકી રાખશે તો એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે નક્કી કરેલાં ટેસ્ટથી વધારે ભાવ લેશે તેવી લેબોરેટરી સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.