World/ મ્યાનમારમાં લશ્કરી શાસન બાદ મોટું પગલું, આ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ

મ્યાનમારમાં લશ્કરી શાસન બાદ મોટું પગલું, આ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ

Top Stories World
diamo0nd 17 મ્યાનમારમાં લશ્કરી શાસન બાદ મોટું પગલું, આ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ

દેશમાં બળવા બાદ લશ્કરી શાસન સામે શરૂ કરવામાં આવેલા પ્રતિકાર વચ્ચે મ્યાનમારની નવી સૈન્ય સરકારે ફેસબુક પર હંગામી પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મ્યાનમારમાં એકદમ લોકપ્રિય છે અને હાંકી કાઢેલી સરકાર તેના પર મોટાભાગની ઘોષણાઓ કરતી હતી.

Political / શંકરસિંહ વાઘેલાએ ભાજપ કાઉન્સિલરનો કર્યો સંપર્ક, પરંતુ….

યુઝર્સે કહ્યું કે બુધવારે મોડી રાત્રે તેમને ફેસબુકનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થવા લાગી. મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર ‘ટેલિનોર મ્યાનમાર’ એ એક નિવેદનમાં પુષ્ટિ આપી છે કે તેમને ફેસબુકને અસ્થાયી રૂપે બંધ કરવા સૂચના પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે તેઓ તેનું પાલન કરશે, જોકે તેમને માનવાધિકારનું ઉલ્લંઘન હોવાના પગલા અંગે પણ ચિંતા છે.

Rajkot / રાજકોટમાં ભાજપે મનપાના મુરતિયા નામ જાહેર કરતા ભડકો,38માંથી 28 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ,આ રહી યાદી

ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, ‘મ્યાનમારમાં ટેલિકોમ પ્રદાતાઓને ફેસબુકને અસ્થાયીરૂપે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમે અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ ફરી સેવા શરૂ કરે જેથી મ્યાનમારના લોકો તેમના પરિવાર અને મિત્રોનો સંપર્ક કરી શકે અને તેઓને મહત્વપૂર્ણ માહિતી મળી શકે. ‘ સોમવારે મ્યાનમારમાં બળવો થયા બાદ સેનાએ દેશની લગામ સંભાળી છે. રાજ્યના કાઉન્સિલર આંગ સાન સુ કીની પાર્ટીએ કહ્યું છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.

સૈન્યનું કહેવું છે કે આંગ સાન સુ કીની ચૂંટાયેલી નાગરિક સરકારને હટાવવાનું એક કારણ એ હતું કે તે કથિત વ્યાપક ચૂંટણી ગેરરીતિઓના આરોપોની યોગ્ય રીતે તપાસ કરવામાં નિષ્ફળ ગઈ હતી.  તેણે જાહેરાત કરી છે કે તે કટોકટીની સ્થિતિ હેઠળ એક વર્ષ શાસન કરશે અને ત્યારબાદ ચૂંટણીઓ યોજશે જેમાં વિજેતાઓ સરકારનો હવાલો લેશે.

Election / ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો