Not Set/ એસબીઆઇએ કેટલીક ખાસ સમયરેખાની એફડી પર વધાર્યા વ્યાજ દરો : જાણો કેટલો થશે ફાયદો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સોમવારે કેટલીક ખાસ સમયરેખા માટે ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી) પર વ્યાજ દરો વધારવાનું એલાન કર્યું છે. વ્યાજ દરોમાં 5 થી 10 બેઝીઝ પોઈન્ટ્સ મતલબ 0.05% થી 0.1% સુધી વધારવામાં આવી છે. નવા વ્યાજ દરો સોમવાર, 30 જુલાઈથી લાગુ થઇ જશે. એસબીઆઇએ અધિકારીક વેબસાઈટ પર કહ્યું કે 1 […]

Top Stories India Business
sbi 03c3b4dc a8f2 11e7 8fa9 3a95f17ae4d1 એસબીઆઇએ કેટલીક ખાસ સમયરેખાની એફડી પર વધાર્યા વ્યાજ દરો : જાણો કેટલો થશે ફાયદો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સોમવારે કેટલીક ખાસ સમયરેખા માટે ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી) પર વ્યાજ દરો વધારવાનું એલાન કર્યું છે. વ્યાજ દરોમાં 5 થી 10 બેઝીઝ પોઈન્ટ્સ મતલબ 0.05% થી 0.1% સુધી વધારવામાં આવી છે. નવા વ્યાજ દરો સોમવાર, 30 જુલાઈથી લાગુ થઇ જશે.

Master 1 2 e1532958617572 એસબીઆઇએ કેટલીક ખાસ સમયરેખાની એફડી પર વધાર્યા વ્યાજ દરો : જાણો કેટલો થશે ફાયદો

એસબીઆઇએ અધિકારીક વેબસાઈટ પર કહ્યું કે 1 થી 2 વર્ષની એફડી પર હવે 6.70% ના દરથી વ્યાજ મળશે, જે પહેલા 6.65% હતું. વળી, 2 થી 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ પર 6.65% થી વધારીને 6.75% કરવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકો માટે 1 થી 2 વર્ષની એફડી પર 7.15% ની જગ્યાએ 7.20% જયારે 2 થી 3 વર્ષની એફડી પર 7.15% ના બદલે 7.25% વ્યાજ દરો લાગુ કરવામાં આવ્યા છે. આ વ્યાજ દરો એક કરોડ રૂપિયા સુધીની એફડી પર લાગુ થશે.

Master 2 2 e1532958665455 એસબીઆઇએ કેટલીક ખાસ સમયરેખાની એફડી પર વધાર્યા વ્યાજ દરો : જાણો કેટલો થશે ફાયદો

નાની સમયરેખા માટે જમા થયેલી મોટી રકમ પર વ્યાજ દરોમાં કાપ મુકવામાં આવ્યો છે. 1 થી 2 વર્ષ માટે એક કરોડ થી 10 કરોડ રૂપિયા સુધી ની ડિપોઝીટ પર વ્યાજ દરો 7% થી ઘટાડીને 6.70% કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો માટે 7.50% થી ઘટાડીને 7.20%  કરવામાં આવ્યા છે.

Master 3 2 e1532958734884 એસબીઆઇએ કેટલીક ખાસ સમયરેખાની એફડી પર વધાર્યા વ્યાજ દરો : જાણો કેટલો થશે ફાયદો

આવી જ રીતે 1 થી 2 વર્ષ માટે 10 કરોડ રૂપિયાથી વધારે ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દર 7% થી ઘટાડીને 6.70% કરવામાં આવ્યો છે. વિવિધ સમયની અવધિ માટે 10 કરોડથી વધારે જમા રકમ પર નવા વ્યાજ દરની યાદી અહીં આપવામાં આવી છે.

મહત્વનું છે કે એસબીઆઇએ છેલ્લે 28 મે ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.