Political/ શંકરસિંહ વાઘેલાએ ભાજપ કાઉન્સિલરનો કર્યો સંપર્ક, પરંતુ….

શંકરસિંહ વાઘેલાએ ભાજપ કાઉન્સિલરનો કર્યો સંપર્ક, પરંતુ….

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચૂંટણી આવતા ફરી એક વખત ચર્ચામાં છવાયા છે. ગત રોજ આખો દિવસ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી હતી. ત્યારે બાપુએ નિવેદન આપી સ્પષ્ટતા કરવી પડી હતી કે જો હાઈકમાન્ડની ઈચ્છા હશે તો હું વિના શરતે કોંગ્રેસમાં જોડવા તૈયાર છુ.

ત્યારે આજે પણ શંકર સિંહ અટકળોમાં છવાયેલા છે.  આજે બાપુએ ભાજપના દિગ્ગજ કાઉન્સિલરનો સંપર્ક કર્યો હોવાની વિગતો બહાર આવી રહી છે. ત્યારે કાઉન્સિલરે પણ સ્પષ્ટતા કરી છે કે બાપુએ મારો સંપર્ક કર્યો હતો. પરંતુ મેં બાપુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી  છે અને ચૂંટણી બાદમળવા જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખાડિયાના કાઉન્સિલર મયુર દવેનું નિવેદન બહાર આવ્યું છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, શંકરસિંહ બાપુએ ગઈકાલે સાંજે મારો સંપર્ક કર્યો હતો. મારી સાથે બેસીને ચા પીવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ મેં બાપુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી  છે. અને ચૂંટણી બાદમળવા જણાવ્યું છે.

સત્તાનો નશો

સિંહ કે વાઘ જયારે નરભક્ષી બને છે ત્યારે તેને માનવનું લોહી સિવાય બીજું કાઈ ખપતું નથી. આવી જ રીત્તે સત્તા પણ એક એવો નશો છે કે એકવાર જો સત્તાનો સ્વાદ ચાખી લે છે તો તેને સત્તા સિવાય કઈ ફાવતું નથી. આવી જ હાલત 80 વર્ષને ઉંબરે પહોચેલા આ પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાની હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને NCP માં જોડાયા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિહોણા રહ્યા હોવા છતાય દરેક ચૂંટણીમાં નવી પાર્ટીના નામે તો કયારે કોઈને સપોર્ટ કરવાને બહાને લાઈમ લાઈટ અને મીડિયામાં છવાયેલા રહેવું બાપુની આગવી સ્ટીલ બની ચુકી છે.

Political / આમઆદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ

Political / સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે

Election / ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો