Not Set/ #કોરોના/ મુંબઇ પોલીસનો મોટો નિર્ણય, 55 વર્ષથી વધુ વયના પોલીસકર્મી નહીં કરે ડ્યુટી

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાજ્યની રાજધાની મુંબઇમાં સૌથી વધુ કોરોના વાયરસના દર્દીઓ છે. આ મહામારીની પકડમાં ત્રણ પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા છે. કોરોનાથી પોલીસકર્મીઓને બચાવવા માટે હવે મુંબઇ પોલીસે 55 વર્ષથી વધુ ઉંમરના પોલીસકર્મીઓને ડ્યુટી ન કરાવવાનો નિર્ણય કર્યો છે. ત્રણ પોલીસકર્મીઓનાં મોત બાદ લીધો નિર્ણય મુંબઇ પોલીસ કમિશનર […]

India
c524ca2bb73b57cc0be68dc7c9241b00 2 #કોરોના/ મુંબઇ પોલીસનો મોટો નિર્ણય, 55 વર્ષથી વધુ વયના પોલીસકર્મી નહીં કરે ડ્યુટી
c524ca2bb73b57cc0be68dc7c9241b00 2 #કોરોના/ મુંબઇ પોલીસનો મોટો નિર્ણય, 55 વર્ષથી વધુ વયના પોલીસકર્મી નહીં કરે ડ્યુટી

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાજ્યની રાજધાની મુંબઇમાં સૌથી વધુ કોરોના વાયરસના દર્દીઓ છે. આ મહામારીની પકડમાં ત્રણ પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા છે. કોરોનાથી પોલીસકર્મીઓને બચાવવા માટે હવે મુંબઇ પોલીસે 55 વર્ષથી વધુ ઉંમરના પોલીસકર્મીઓને ડ્યુટી ન કરાવવાનો નિર્ણય કર્યો છે.

ત્રણ પોલીસકર્મીઓનાં મોત બાદ લીધો નિર્ણય

મુંબઇ પોલીસ કમિશનર પરમબીરસિંહે કહ્યું કે પ્રશાસને આ નિર્ણય તેમના ત્રણ પોલીસ સાથીઓના મોત બાદ લીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 96 પોલીસકર્મીઓ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. આમાંથી 40 જેટલા લોકો માત્ર મુંબઈના છે.

25 એપ્રિલે થયું હતું 57 વર્ષીય પોલીસ કર્મચારીનું મોત

આપને જણાવી દઈએ કે 25 એપ્રિલના રોજ, મુંબઇમાં એક 57 વર્ષિય પોલીસ કોન્સ્ટેબલનું વાયરસને કારણે મોત નીપજ્યું હતું. કોરોના ચેપ લાગતાં તે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલને કોરોના ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેની સાથે ફરજ પરના પોલીસ કર્મચારીને અલગ કરવામાં આવ્યા હતા અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોના મૃત્યુ

ઉલ્લેખનીય છે કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 8590 કેસ છે. જ્યારે 369 લોકો મૃત્યુ થયા છે. જો કે, 1282 લોકો સ્વસ્થ પણ થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.