Not Set/ સરકાર ઓછી વિજળી બાળતા AC નું વેચાણ કરશે, LED બલ્બની સફળતા બાદ જાણો સરકારની નવી યોજના

અમદાવાદ– ટુંક સમયમાં જ સરકાર LED બલ્બની જેમ એસી અને પંખાનું પણ સસ્ત ભાવે વેચાણ કરશે. LED બલ્બને લોકપ્રિય બનાવનારી એનર્જી એફિશિયન્સી સર્વિસીસ-EESL કંપનીએ હવે ફાઈવ સ્ટારથી પણ વધુ વીજળી બચાવનારા એસીના વેચાણના કામમાં લાગવાની છે. જોકે શરુઆતે સસ્તાં એસી ફક્ત બેંકોના એટીએમ અને સરકારી ઓફિસોમાં વેચવામાં આવશે. EESL બેંકો સાથે વાતચીત કરી કોઇ પેમેન્ટ […]

India Tech & Auto
Split AC સરકાર ઓછી વિજળી બાળતા AC નું વેચાણ કરશે, LED બલ્બની સફળતા બાદ જાણો સરકારની નવી યોજના

અમદાવાદ– ટુંક સમયમાં જ સરકાર LED બલ્બની જેમ એસી અને પંખાનું પણ સસ્ત ભાવે વેચાણ કરશે. LED બલ્બને લોકપ્રિય બનાવનારી એનર્જી એફિશિયન્સી સર્વિસીસ-EESL કંપનીએ હવે ફાઈવ સ્ટારથી પણ વધુ વીજળી બચાવનારા એસીના વેચાણના કામમાં લાગવાની છે. જોકે શરુઆતે સસ્તાં એસી ફક્ત બેંકોના એટીએમ અને સરકારી ઓફિસોમાં વેચવામાં આવશે.

EESL બેંકો સાથે વાતચીત કરી કોઇ પેમેન્ટ લીધાં વિના જૂના એસીના બદલામાં નવું એસી આપી રહી છે. કંપની પાસે લગભગ બે લાખ એસીના ઓર્ડર પણ આવી ગયાં છે. આશા છે કે આ રીતે સુપર ઓફિશિયન્સી એસીની માગ વધશે અને તેની કીમત પણ થ્રી સ્ટાર એસીની સમાન થઈ જશે. કંપનીનું માનવું છે કે 40,000માં હાલ મળતું દોઢ ટનનું એસી 30,000 સુધીમાં મળશે. આ યોજના સફળ થયે સામાન્ય ગ્રાહકો માટે સસ્તાં એસીનું વેચાણ શરુ કરવામાં આવશે.

આ એસી સસ્તું તો છે જ સાથે હાલ મળતાં ફાઈવસ્ટાર એસીના મુકાબલે ઓછી વીજળી ખર્ચે છે તેથી 40 ટકા વીજળીની બચત કરે છે. નવા એસીના વેચાણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કંપનીઓને સીધી ઇન્વાઇટ કરવામાં આવશે. ઇઇએસએલ વોલ્ટાસ, બ્લૂસ્ટાર, ગોદરેજ, ડાયકિન, વ્હર્લપૂલ અને પેનાસોનિક કંપની સાથે ભારતમાં જ નવા એસી બનાવવા માટે પણ વાત કરી રહી છે.

કંપની તરફથી ગ્રાહકોને લોન પણ અપાશે. ત્રણ વર્ષના ઇએમઆઈ પર નવું એસી ઓફર કરવાની યોજના છે. ઇઇએસએલની આ યોજના માટે 1,000 કરોડ રુપિયાની જરુર પડશે, જે માર્કેટમાંથી મેળવવાની તૈયારી કંપની કરી રહી છે.