Not Set/ સાવધાન ! ડ્રોન ઉડાવતા પહેલા આ કામ ન કર્યું તો…

નવી દિલ્હી, જો તમે ડ્રોન ચલાવવાની ઈચ્છા રાખો છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરુર છે, કારણ કે, હવે ડ્રોન ચલાવવા માટે લાઈસન્સ લેવુ પડશે. માત્ર એટલુ જ નહીં ડ્રોન ચલાવવા માટે ગૃહ મંત્રાલયની મંજૂરી તેમજ ટ્રેનિંગ પણ લેવી પડશે. ડીરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન (DGCA)એ ડ્રોન વિમાનો માટે કડક અને ખાસ નિયમો તૈયાર […]

India Trending
36a aug2017 option1dji live સાવધાન ! ડ્રોન ઉડાવતા પહેલા આ કામ ન કર્યું તો...

નવી દિલ્હી,

જો તમે ડ્રોન ચલાવવાની ઈચ્છા રાખો છો તો હવે તમારે સાવધાન થઈ જવાની જરુર છે, કારણ કે, હવે ડ્રોન ચલાવવા માટે લાઈસન્સ લેવુ પડશે. માત્ર એટલુ જ નહીં ડ્રોન ચલાવવા માટે ગૃહ મંત્રાલયની મંજૂરી તેમજ ટ્રેનિંગ પણ લેવી પડશે.

Image result for dgca

ડીરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન (DGCA)એ ડ્રોન વિમાનો માટે કડક અને ખાસ નિયમો તૈયાર કર્યા છે. આ નિયમો મારફતે રીમોટલી પાયલેટિડ એરક્રાફ્ટ સિસ્ટમ (આરપીએએસ) પર નજર રાખવામાં આવશે.

આ નિર્ણય બાદ હવે ૨ કિલોથી વધુનું ડ્રોન ચલાવનારા લોકોએ લાઈસન્સ લેવા માટે ૨૫ હજાર રુપિયા ચુકવવા પડશે. તેમજ પોતાના લાઈસન્સને રીન્યુ કરાવવા માટે ૧૦ હજાર રુપિયા ચુકવવાના રહેશે. આ ઉપરાંત ડ્રોનને ચલાવનાર શખ્સે ડીજીસીએની માન્યતા પ્રાપ્ત ઉડાણ તાલીમ સંસ્થા પાસેથી ટ્રેનિંગ લેવાની રહેશે.

anafi le nouveau drone de parrot photo dr 1537798623 સાવધાન ! ડ્રોન ઉડાવતા પહેલા આ કામ ન કર્યું તો...
national-Caution work blowing up drone took licence dgca

DGCA દ્વારા આ નિયમ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ સિવાય ડ્રોન ચલાવનાર લોકોએ સૌથી પહેલા યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર (યુઆઈએન)લેવો પડશે.

ડીજીસીએએ આરપીએએસને પાંચ શ્રેણીમાં વહેંચી છે. નૈનો-૨૫૦ ગ્રામ, માઈક્રો-૨૫૦થી ૨ કિલો, સ્મોલ-૨થી ૨૫ કિલો, મિડીયમ-૨૫થી ૧૫૦ કિલો અને લાર્જ-૧૫૦ કિલોથી ઉપરના આધારે વહેંચવામાં આવ્યુ છે.