Not Set/ એડ ગુરુ અને એક્ટર અલીક પદમશીનું 90 વર્ષની ઉમરે નિધન

અલીક પદમશી જે પ્રખ્યાત એડ ગુરુ અને થીએટર આર્ટીસ્ટ હતાં, એમનું મુંબઈમાં આજે 90 વર્ષની ઉમરે નિધન થયું છે. અલીક પદમશી 1982ના ઐતહાસિક નાટક ‘ગાંધી’ માં એમને ભજવેલા મોહમ્મદઅલી જીણાનાં રોલ માટે ખુબ પ્રસિદ્ધ થયા હતા. એમણે કરેલાં જાહેરાત કેમ્પેનને લઈને તેઓ ‘બ્રાન્ડ ફાધર ઓફ ઇન્ડીયન એડવર્ટાઇઝીંગ’ તરીકે જાણીતા છે. હમારા બજાજ, લીરીલ ગર્લ વગેરે […]

Top Stories India Trending
alyque એડ ગુરુ અને એક્ટર અલીક પદમશીનું 90 વર્ષની ઉમરે નિધન

અલીક પદમશી જે પ્રખ્યાત એડ ગુરુ અને થીએટર આર્ટીસ્ટ હતાં, એમનું મુંબઈમાં આજે 90 વર્ષની ઉમરે નિધન થયું છે. અલીક પદમશી 1982ના ઐતહાસિક નાટક ‘ગાંધી’ માં એમને ભજવેલા મોહમ્મદઅલી જીણાનાં રોલ માટે ખુબ પ્રસિદ્ધ થયા હતા.

એમણે કરેલાં જાહેરાત કેમ્પેનને લઈને તેઓ ‘બ્રાન્ડ ફાધર ઓફ ઇન્ડીયન એડવર્ટાઇઝીંગ’ તરીકે જાણીતા છે. હમારા બજાજ, લીરીલ ગર્લ વગેરે જેવી યાદગાર જાહેરાતો એમણે બનાવી હતી.

એમનાં ક્રિએટીવ કામને લઈને વર્ષ 2000માં તેઓને પદ્મશ્રી અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને મુંબઈની એડવર્ટાઇઝીંગ ક્લબ દ્વારા એમને ‘એડવર્ટાઇઝીંગ મેન ઓફ ધ સેનચ્યુરી’ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ સિવાય વર્ષ 2012 માં તેઓને સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન પણ મળ્યો છે.

આટલા ક્રિએટીવ માણસની ખોટ દેશને રહેશે. દેશનાં રાષ્ટ્રપતિએ અલીક પદમશીનાં મૃત્યુ બાદ એમનાં પરિવારને દિલાસો આપ્યો હતો.