Not Set/ રેલ્વે કર્મચારીએ જીવ જોખમમાં મુકીને એક વ્યક્તિનો જીવ બચાવ્યો, જુઓ ચોંકાવનારો વીડિયો

જો સતીશ કુમાર થોડી સેકન્ડો પણ મોડા થયા હોત તો તે અને તેણે જે વ્યક્તિને બચાવી હતી તે ટ્રેનની અડફેટે આવી ગયા હોત. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વ્યક્તિ…

Top Stories Videos
Ministry of Railways

Ministry of Railways: સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. પાટા પર પડી ગયેલા એક વ્યક્તિને બચાવવા રેલવે કર્મચારી દોડ્યો અને ટ્રેન આવે તે પહેલાં તેને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બચાવ્યાની થોડીક સેકન્ડો બાદ તેજ ટ્રેક પરથી તેજ ગતિએ એક ટ્રેન પસાર થઈ હતી. રેલવે મંત્રાલયે આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

રેલ્વે સ્ટેશનના 24-સેકન્ડના સીસીટીવી ફૂટેજમાં રેલ્વે કર્મચારી એચ સતીશ કુમાર આવી રહેલી માલસામાન ટ્રેનને ફ્લેગ ઓફ કરવા માટે પ્લેટફોર્મ તરફ ચાલતા જોઈ શકાય છે. જ્યારે તેમણે અચાનક પાછળ જોયું તો તેમને ખ્યાલ આવ્યો કે કોઈ ટ્રેક પર પડી ગયું છે. વિલંબ કર્યા વિના તેઓ તરત જ પ્લેટફોર્મ તરફ દોડે છે અને ટ્રેક પર કૂદી પડે છે. ટ્રેન આવે તે પહેલા એક યુવકને બચાલી લેવામાં આવ્યો હતો. જો યોગ્ય સમયે સતીષને બચાવ્યો ન હોત તો તેનો જીવ પણ જઈ શકત એમ કહેવું ખોટું નહીં હોય.

જો સતીશ કુમાર થોડી સેકન્ડો પણ મોડા થયા હોત તો તે અને તેણે જે વ્યક્તિને બચાવી હતી તે ટ્રેનની અડફેટે આવી ગયા હોત. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વ્યક્તિ અકસ્માતે પડી ગયો હતો કે જાણી જોઈને રેલવે ટ્રેક પર કૂદી ગયો હતો. આ વીડિયોને ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા મંત્રાલયે જણાવ્યું કે, ‘સેવા, સુરક્ષા અને સહકાર. ફરજ પરના સ્ટાફ દ્વારા એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થવાથી બચાવવા માટેના સાહસિક કૃત્યથી એક અમૂલ્ય જીવ બચી ગયો. ભારતીય રેલ્વેને એચ સતીશ કુમાર જેવા હિંમતવાન અને મહેનતુ કર્મચારીઓ પર ગર્વ છે અને તેમની બહાદુરીની પ્રશંસા કરે છે. આ વીડિયોને મોટી સંખ્યામાં જોવામાં આવ્યો અને સેંકડો લોકોની પ્રતિક્રિયા મળી.

આ પણ વાંચો: નવી દિલ્હી/ PM મોદી, જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહની હાજરીમાં દ્રૌપદી મુર્મુએ કર્યું નોમિનેશન ફાઇલ

આ પણ વાંચો: Russia/ રશિયન બજારમાં ભારતીય સ્ટોર્સ ખુલશે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને આપી માહિતી