India Maldives Row/ માલદીવ સરકારે ગંભીર બીમારીથી પીડાતા બાળકને એરલિફ્ટ ના કરાતા થયું મોત

ગુરૂવારે સવારે જ્યારે માલદીવના એવિએશન વિભાગે જવાબ આપ્યો ત્યારે 16 કલાક થઈ ગયા હતા. આખરે માલદીવની આસાંધા કંપની લિમિટેડે બાળકને એરલિફ્ટ કર્યો ત્યારે તેને ICUમાં ભરતી કરાયો હતો. પરંતુ બાળકને બચાવી ન શકાયો.

Top Stories World
YouTube Thumbnail 2024 01 21T103334.274 માલદીવ સરકારે ગંભીર બીમારીથી પીડાતા બાળકને એરલિફ્ટ ના કરાતા થયું મોત

International News: માલદીવ અને ભારત વચ્ચે વધતા તણાવમાં 14 વર્ષના એક બીમાર બાળકનું મૃત્યુ થયું છે. ગંભીર બીમારીથી પીડાતા બાળકને તાત્કાલિક એરલિફ્ટ કરાઈને હોસ્પિટલ લઈ જવાનો હતો. પરંતુ માલદીવ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ ભારતીય એરક્રાફ્ટના ઉપયોગ પર મંજૂરી ન આપતા આખરે બાળકનો જીવ બચાવી ના શકાયો.

WhatsApp Image 2024 01 21 at 10.43.48 AM માલદીવ સરકારે ગંભીર બીમારીથી પીડાતા બાળકને એરલિફ્ટ ના કરાતા થયું મોત

આ બાળકને બ્રેઈન ટ્યુમર અને સ્ટ્રોકની બીમારીથી ઝૂઝતો હતો. તેના પરિવારે ગાફ અલિફ વિલિંગલીના આઈલેન્ડ વિલમિંગટનથી બાળકને માલદીવની રાજધાની માલી (Male / માલે) એરલિફ્ટ કરવવા એર એમ્બ્યુલન્સ માંગી હતી. તેના માટે અગાઉથી જ 17 જાન્યુઆરીની રાત્રિએ જ અરજી કરી દીધી હતી. પરંતુ 18 જાન્યુઆરી સુધી પરિવારની રિક્વેસ્ટનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો.

India-Maldives row spur flight and hotel cancellations - Arabia Travel News

Maldives

Lakshadweep Islands Tourism - Tourist Spots, How to Attain

Lakshdweep

ગુરૂવારે સવારે જ્યારે માલદીવના એવિએશન વિભાગે જવાબ આપ્યો ત્યારે 16 કલાક થઈ ગયા હતા. આખરે માલદીવની આસાંધા કંપની લિમિટેડે બાળકને એરલિફ્ટ કર્યો ત્યારે તેને ICUમાં ભરતી કરાયો હતો. પરંતુ બાળકને બચાવી ન શકાયો.

મૃતક બાળકના પિતાનું કહેવું છે કે અમ આઈલેન્ડ એવિએશનને ફોન કરી તરત જ મદદ માગી હતી. પરંતુ તેમને કોઈ જ જવાબ ના આપ્યો. તેમને ગુરૂવાર સવાર 8:30 વાગે જવાબ આપ્યો હતો. ગંભીર બીમારીમાં એર એમ્બ્યુલન્સ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે.

આસાંધા કંપની લિમિટેડે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે તેમને મદદની રિક્વેસ્ટ આવતા જ બાળકની મેડિકલ ટ્રાન્સફરની તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ છેલ્લે સુધી ટેક્નિકલ ખામીઓને કારણે મોડું થઈ ગયું.

ભારત-માલદીવ વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જાન્યુઆરીના રોજ પોતાની લક્ષદ્વીપ મુલાકાતનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સુંદરતા મામલે લક્ષદ્વીપ માલદીવ કરતા આગળ છે તેવું દેખાયું. સોશિયલ મીડિયા પર પણ લોકોના પ્રતિભાવો એ જ હતા કે લાખો રૂપિયા ખર્ચીને માલદીવ જવું તેના કરતાં સારૂ લક્ષદ્વીપ છે. આથી નારાજ થઈ માલદીવના મંત્રી મરિયમ શિઉના, નાયબ મંત્રીઓ અબ્દુલ્લા મહજૂમ માજીદ અને માલ્શા શરીફે સોશિયલ મીડિયા પર આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

Maldives row: Three Maldives ministers after objectionable remark against PM Modi - India Today

પોસ્ટ બાદ બંને દેશોના નાગરિકો વચ્ચે વિવાદ છેડાતાં #BoycottMadives  અને #ExploreIndianIsland ટ્રેંડ કરવા લાગ્યું હતું. ભારતની ખ્યાતનામ લોકો પણ આ મૂવમેન્ટમાં જોડાઈ ગયા. તેમજ ભારતીય ટૂરિઝમનું સમર્થન કરતા જોવા મળ્યા. બાદમાં માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને એક સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે આ તેમની અંગત ટિપ્પણી છે. તેનીથી માલદીવ સરકારને કોઈ લેવાદેવા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં દુર્ઘટના સર્જાયા બાદ હવે શાળાઓએ પ્રવાસના આયોજન રદ કર્યા

આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા

આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ