T20 World Cup/ ગુપ્ટિલે તોફાની ઈનિંગ રમતા રચ્યો ઈતિહાસ, આમ કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો

ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલે મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડનાં ઓપનર માર્ટિન ગુપ્ટિલે આ મેચમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.

Top Stories Sports
ગુપ્ટિલ

T20 વર્લ્ડકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને-સામને છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા હીરો માર્ટિન ગુપ્ટિલ રહ્યો હતો, જેણે 56 બોલમાં 93 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની ટીમે મેચ બાદ નામિબિયા ડ્રેસિંગ રૂમમાં જઇને એવુ તે શું કર્યું કે Video થયો વાયરલ

મેચમાં સ્કોટલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડને બે ફટકા આપ્યા. પાંચમી ઓવરમાં 35 રન પર ડેરીલ મિશેલ (13) અને કેન વિલિયમસન (0) બનાવીને આઉટ થયા હતા. આ પછી ડેવોન કોનવે પણ સાતમી ઓવરમાં 52 રનનાં સ્કોર પર માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે માર્ટિન ગુપ્ટિલે મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડનાં ઓપનર માર્ટિન ગુપ્ટિલે આ મેચમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. કિવી ટીમની શરૂઆતમાં સતત વિકેટો પડવા છતાં માર્ટિન ગુપ્ટિલે એક છેડે સાવચેતીથી રમીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી હતી. ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર તે વિશ્વનો એક માત્ર બીજો ક્રિકેટર બન્યો છે. ગુપ્ટિલે 105 મેચની 101 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હજુ પણ નંબર વન પર હાજર છે. કોહલીએ હાલમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 92 મેચની 86 ઈનિંગ્સમાં 3225 રન બનાવ્યા છે. કોહલીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 94 રન છે. જ્યારે ગુપ્ટિલનાં નામે બે સદી છે. તેનો સર્વશ્રેષ્ઠ 105 રન છે. કોહલીનાં નામે 29 અર્ધસદી છે જ્યારે ગુપ્ટિલનાં નામે 30 અર્ધસદી છે. આ ઉપરાંત ગુપ્ટિલે T20 ઈન્ટરનેશનલમાં 150 છક્કા પૂરા કર્યા છે. આ આંકડા સુધી પહોંચનાર ગુપ્ટિલ વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ફોર્મેટમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા સિક્સરોનાં મામલે બીજા નંબર પર છે, જેના નામે કુલ 134 સિક્સર છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ભારતનો રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. રોહિતનાં નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર સદી છે.

આ પણ વાંચો – T20 World Cup / ઘાયલ સિંહને જેમ બેટિંગ કરતા જોવા મળ્યા કોહલી-રોહિત, BCCI એ પ્રેક્ટિસ સેશનનો વીડિયો કર્યો શેર

ઉલ્લેખનીય છે કે, જો ન્યૂઝીલેન્ડની ટીમે કોઈ પણ મુશ્કેલી વિના સેમિફાઈનલમાં પ્રવેશ કરવો હોય તો આ મેચ જીતીને લીગ સ્તર ઉપર જવું પડશે. સ્કોટલેન્ડની સ્થિતિ પણ ભારત જેવી છે, તેઓ પોતાની બન્ને શરૂઆતી મેચ હારી ચૂક્યા છે. સ્કોટલેન્ડે ક્વોલિફાયર સ્તરે તેની તમામ મેચો જીતીને સુપર-12માં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ટીમ ટૂર્નામેન્ટનાં બીજા સ્તર પર આવતાની સાથે જ જીત માટે તલપાપડ થઇ રહી છે.