બેદરકારી/ જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી, મૃતકનાં નામે તૈયાર કોરોના સર્ટિફિકેટ

વેક્સિનેશન કાર્યક્રમમાં ઘણી ભૂલો અથવા બેદરકારી પણ જોવા મળી છે. તાજેતરમાં ગુજરાતનાં જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી સામે આવી છે. 

Top Stories Gujarat Others
મૃતકનાં નામે સર્ટિફિકેટ
  • મૃતક વ્યક્તિના નામે કોરોના સર્ટિફિકેટ..!
  • જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી
  • 18 એપ્રિલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો
  • 30 એપ્રિલે વ્યક્તિનું થયું હતું મૃત્યું
  • એપ્રિલમાં મોત-સર્ટિફિકેટ નવેમ્બર મહિનાનું..!
  • પૂર્વ વિપક્ષી નેતાએ મનપા કમિશનરને કરી રજુઆત
  • સમગ્ર મામલે આરોગ્ય વિભાગની ભૂલ કે કૌભાંડ?
  • શું વેક્સિનેશન ચોપડે પૂરું દેખાડવાનું કૌભાંડ ?

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ દેશ અને દુનિયાને ખરાબ રીતે અસર કરી છે. દુનિયામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી ચુક્યા છે. ત્યારે આ મોતનાં આંકાડઓને અંકુશમાં લેવા માટે દેશ અને દુનિયામાં વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહ્યુ છે. પરંતુ આ કાર્યક્રમમાં ઘણી ભૂલો અથવા બેદરકારી પણ જોવા મળી છે. તાજેતરમાં ગુજરાતનાં જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો – ગુજરાત / આજે બીજા દિવસે પણ સુરતમાં IT નાં દરોડાની કામગીરી યથાવત, બિલ્ડર લોબીમાં ફફડાટ

આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીએ માણસનું અસ્તિત્વ જોખમમાં મુકી દીધુ છે, આજે પણ આ મહામારીથી દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થઇ રહ્યા છે, ત્યારે આ મોતને રોકવા માટે મોટી સંખ્યામાં દેશ અને દુનિયાભરમાં વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યુ છે, પરંતુ આ સાથે ઘણી જગ્યાએ આ કાર્યક્રમમાં બેદરકારી પણ જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતનાં જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી સામે આવી છે. જણાવી દઇએ કે, અહી એક મૃતક વ્યક્તિનાં નામે કોરોના સર્ટિફિકેટ નિકાળવામાં આવ્યુ છે. મૃતક વ્યક્તિએ 18 એપ્રિલનાં રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને 30 એપ્રિલે તે વ્યક્તિનું મોત થયુ હતુ. હવે આ શખ્સની મોત બાદ તેના નામે નવેમ્બર મહિનામાં સર્ટિફિકેટ બનાવવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પૂર્વ વિપક્ષી નેતાએ મનપા કમિશનરને રજૂઆત કરી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગની ભૂલ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. જો કે હજુ ઉંડુ તપાસ બાદ જ ખબર પડી શકે છે કે આ માત્ર ભૂલ જ છે કે પછી મોટું કૌભાંડ. આ મામલો સામે આવ્યા બાદ સરકારી ચોપડે શું થઇ રહ્યુ છે તે જાહેર થઇ ગયુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….