Arvindkejrival-Court/ LIVE: CM અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલીઓ, રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા, લિકર પોલિસી કેસમાં કરાઈ હતી ધરપકડ

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે EDની ટીમ ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 28T143714.869 LIVE: CM અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલીઓ, રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા, લિકર પોલિસી કેસમાં કરાઈ હતી ધરપકડ

LIVE Update 04:00 PM : દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આજે કસ્ટડીમાં અંતિમ દિવસ હતો. EDની ટીમ ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. જ્યાં ED અને કેજરીવાલ બંને તરફથી જોરદાર દલીલો આપવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલના ED રિમાન્ડને 5 દિવસ માટે લંબાવ્યો હતો. EDએ તેને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે EDની ટીમ ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. જ્યાં હાલ ED દ્વારા તેના રિમાન્ડ વધારવાની અરજી પર સુનાવણી ચાલી રહી છે. EDએ દલીલ કરી હતી કે તે ઇચ્છે છે કે ગોવાના નેતાઓ કેજરીવાલનો સામનો કરે. EDએ કહ્યું કે કેજરીવાલ જાણીજોઈને વિગતો અને તેમના ITRને શેર કરી રહ્યા નથી. કેજરીવાલે કોર્ટ સમક્ષ કહ્યું, ‘જ્યારે કોઈ કોર્ટે મને દોષિત ઠેરવ્યો નથી ત્યારે મારી ધરપકડ કેમ કરવામાં આવી? માત્ર ચાર લોકોના નિવેદનમાં મારું નામ આવ્યું હતું. તેના પર જજે કહ્યું કે તમે લેખિત નિવેદન કેમ નથી આપતા.

મારી ધરપકડ એક રાજકીય ષડયંત્ર

આ પહેલા કોર્ટમાં પહોંચ્યા બાદ મીડિયાના સવાલનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે. સુનિતા કેજરીવાલ ઉપરાંત દિલ્હીના ચાર કેબિનેટ મંત્રી ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, આતિશી અને રાજ કુમાર આનંદ પણ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર છે.

ED કસ્ટડી વધારવા કરી શકે માંગ

કેજરીવાલની ED કસ્ટડી આજે જ સમાપ્ત થઈ રહી છે અને ED આજે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી વધારવાની માંગ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED આજે 7 દિવસ માટે કેજરીવાલની વધારાની કસ્ટડીની માંગ કરશે. આ સાથે ED તેમની સામે મોટી સંખ્યામાં દસ્તાવેજો પણ મૂકી શકાય છે, તપાસ દરમિયાન “સહકાર” નથી કરી રહ્યા, અન્ય આરોપીઓ સાથે રૂબરૂ કરાવવું પડશે અને કેવી રીતે લાંચ લેવામાં આવી અને ગુનાની આવકનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો જેવી કેટલીક દલીલો આપી શકે છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી આજે પૂરી થઈ રહી હોવા છતાં, ફેડરલ તપાસ એજન્સીએ AAP ગોવાના પ્રમુખ અમિત પાલેકર, રામારાવ વાઘા અને અન્ય બેને કથિત એક્સાઈઝ ડ્યુટી કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. અમિત પાલેકર ED ઓફિસ પહોંચી ગયા છે. EDએ તેમને ગોવા અથવા દિલ્હીમાં નિવેદન નોંધવા કહ્યું હતું.

હાઈકોર્ટમાંથી નથી મળી રાહત

આ પહેલા બુધવારે જ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે કોર્ટે તેમની ધરપકડ અને ઈડીની કસ્ટડીના મામલે કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં કોર્ટે ED પાસેથી જવાબ માંગ્યો છે અને તેની આગામી સુનાવણી 3 એપ્રિલના રોજ નક્કી કરી છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના કારણે સંઘર્ષ વધી ગયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સતત એકબીજા સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જ્યારે અગાઉ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે કેજરીવાલ આજે કોર્ટની અંદર દારૂ કૌભાંડમાં મોટો ખુલાસો કરશે. આવી સ્થિતિમાં કેજરીવાલ શું મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે તે જોવા માટે સૌની નજર રાઉઝ એવન્યુ કોર્ટ પર છે. હાલ આ મામલે સુનાવણી ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત