રાહતરૂપ નિર્ણય/ પશુપાલકોને દિવાળીની બોણી કરી આપતો કેન્દ્રનો નિર્ણય

ન્દ્ર સરકારે પશુ સમતોલ દાણમાં ઉપયોગમાં લેવાતા મોલાસીસ પરના જીએસટીમાં ઘટાડો કરતા પશુપાલકોમાં દિવાળીની બોણી થઈ હોય તેવી ખુશી વ્યાપી ગઈ છે. મોલાસીસ પર 28  ટકાના ઊંચા દરે જીએસટી લાગતો હતો.

Top Stories India
YouTube Thumbnail 78 પશુપાલકોને દિવાળીની બોણી કરી આપતો કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પશુ સમતોલ દાણમાં ઉપયોગમાં લેવાતા મોલાસીસ પરના જીએસટીમાં ઘટાડો કરતા પશુપાલકોમાં દિવાળીની બોણી થઈ હોય તેવી ખુશી વ્યાપી ગઈ છે. મોલાસીસ પર 28  ટકાના ઊંચા દરે જીએસટી લાગતો હતો. આ જીએસટી ઘટાડીને હવે ફક્ત પાંચ ટકા કરી દેવાયો છે. તેના લીધે રાજ્યના પશુચાલકોને દર વર્ષે 100 કરોડની રાહત થશે અને દૂધસંઘોને પ્રતિ ટન 400 રૂપિયાનો ફાયદો થશે.

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઈએ જણાવ્યું હતું કે પશુપાલકો માટે કેન્દ્રનો નિર્ણય દિવાળીની ભેટ છે. પશુપાલકોને આ નિર્ણયથી ખૂબ જ રાહત થશે. અમે સરકારના આ નિર્ણયને વધાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સહકારી સંઘે દર વર્ષે લગભગ 30 લાખ ટન પશુઆહારનું ઉત્પાદન કરે છે. તેમા દર વર્ષે ત્રણ લાખ ટન મોલાસીસ વપરાય છે. હવે ભારત સરકારે મોલાસીસ પર જીએસટી ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ ટન 400 રૂપિયાનો ફાયદો થયો છે.

આમ સરકાર ખેતી અને પશુપાલકોના હિતમાં હોય એવા એક પછી એક નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં જ તેણે ખેડૂતો માટેના એમએસપીમાં વધારો કર્યો હતો અને હવે પશુપાલકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. સરકાર ખેતીની સાથે-સાથે પશુપાલનને પણ વેગ આપવા માટે પ્રયત્નશીલ છે. ગુજરાત સહિત દેશમાં ખેતીની સાથે પશુપાલન સાથે સંકળાયેલો બહુ મોટો વર્ગ છે. તેથી આ નિર્ણય તેમના માટે ફાયદાકરક છે.


whatsapp ad White Font big size 2 4 પશુપાલકોને દિવાળીની બોણી કરી આપતો કેન્દ્રનો નિર્ણય


આ પણ વાંચોઃ Fundamental Rights/ ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો

આ પણ વાંચોઃ IND Vs SL Live/ ભારતને મોટો ઝટકો, મદુશંકાની પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા ક્લિન બોલ્ડ

આ પણ વાંચોઃ Accident Case/ દિલ્હીમાં યુવાન ફિલ્મકારનું અકસ્માતમાં મૃત્યુ, ‘લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ’