Spain Princess/ સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, ‘જન્મદિવસે લીધા શપથ’

31 ઓક્ટોબરના રોજ પ્રિન્સેસ લિયોનોરે 18મા વર્ષની ઉજવણી કરતા બંધારણ પ્રત્યે વફાદારીના શપથ લીધા. જે સ્પેન માટે પણ એક ઐતિહાસિક ક્ષણ બની રહી. જ્યારે રાજકુમારીએ શપથ પૂર્ણ કર્યા ત્યારે પેલેસિઓની ચેમ્બરમાં તાળીઓનો ગડગડાટ થયો.

Top Stories World
YouTube Thumbnail 11 સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, 'જન્મદિવસે લીધા શપથ'

યુરોપમાં અત્યારે લિયોનોર પ્રિન્સેસનો જાદુ છવાયેલો છે. સ્પેનની પ્રિન્સેસ લિયોનોરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના 18મા જન્મદિવસ પર પ્રિન્સેસ લિયોનોરે બંધારણ પ્રત્યે વફાદારીના શપથ લીધા હતા.  સ્પેનમાં લિયોનોરની લોકપ્રિયતાના પગલે લોકો તેને ભાવિ રાણી તરીકે જુએ છે. હાલમાં જ પ્રિન્સેસ લશ્કરી સેવામાં સામેલ થઈ છે. 31 ઓક્ટોબરના રોજ લિયોનોરનો 18મો જન્મદિવસ હતો. આ પ્રસંગે રાજકુમારી સ્પેનિશ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં હાજર રહી હતી અને તેમને સેનેટના સભ્યો દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. આ સમારોહ પહેલાં, રાજકુમારીએ રેડ કાર્પેટ પર તેના પ્રશંસકો અને સૈનિકોનું અભિવાદન કર્યું.

14 સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, 'જન્મદિવસે લીધા શપથ'

પ્રિન્સેસ લિયોનોર સ્પેનના વર્તમાન રાજા ફેલિપ VI અને રાણી લેટીઝિયાની સૌથી મોટી પુત્રી છે. લિયોનોરનો જન્મ 31 ઓક્ટોબર, 2005ના રોજ મેડ્રિડમાં થયો હતો. પ્રિન્સેસ લિયોનોરે વેલ્સની શાળામાં અભ્યાસ સમય દરમ્યાન 3 વર્ષ સુધી લશ્કરી તાલીમ લીધી. પ્રિન્સેસ લિયોનોરના દાદા અને સ્પેનના ભૂતપૂર્વ રાજા જુઆન કાર્લોસ પર 2014માં મની લોન્ડરિંગનો આરોપ ઉપરાંત ચુનંદા વર્ગ દ્વારા ઉત્પીડનનો પણ આરોપ હતો. આ આરોપોના કારણે સ્પેનિશ શાહી પરિવારની પ્રતિષ્ઠા ખરડાઈ. પરંતુ કાર્લોસની પૌત્રી પ્રિન્સેસ લિયોનોરનો જાદુ ચારેબાજુ છવાયેલો જોવા મળ્યો.

12 સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, 'જન્મદિવસે લીધા શપથ'

સ્પેનિશ લોકોમાં અત્યારે પ્રિન્સેસનો ‘લિયોનોર્મેનિયા જોવા મળી રહ્યો છે. આથી જ નિષ્ણાતોનું માનવું છે કે પ્રિન્સેસ લિયોનોર સ્પેનિશ રાણી તરીકે વધુ સફળ રહેશે. રાજકુમારી પોતાના શૈક્ષણિક કાળથી જ સંતુલિત રહી છે. અને હાલના સોશિયલ મીડિયા યુગમાં પણ પ્રિન્સેસ કયારેય કોઈ વિવાદમાં નથી સપડાઈ. 31 ઓક્ટોબરના રોજ પ્રિન્સેસ લિયોનોરે 18મા વર્ષની ઉજવણી કરતા બંધારણ પ્રત્યે વફાદારીના શપથ લીધા. જે સ્પેન માટે પણ એક ઐતિહાસિક ક્ષણ બની રહી. આ પ્રસંગે માતા-પિતા કિંગ ફેલિપ અને રાણી લેટીઝિયા અને તેની નાની બહેન ઇન્ફન્ટા સોફિયા ગર્વથી રાજકુમારીને જોતા હતા. જ્યારે રાજકુમારીએ શપથ પૂર્ણ કર્યા ત્યારે પેલેસિઓની ચેમ્બરમાં તાળીઓનો ગડગડાટ થયો.


whatsapp ad White Font big size 2 4 સ્પેનની ‘Princess’લિયોનોરનો લોકો પર છવાયો જાદુ, 'જન્મદિવસે લીધા શપથ'


આ પણ વાંચો : Gold/ અમદાવાદમાં નોટબંધી પછી પહેલીવાર ઓક્ટોબરમાં સોનાની આયાત વધીને 15.2 મેટ્રિક ટન થઈ

આ પણ વાંચો :  Fundamental Rights/ ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો

આ પણ વાંચો : રાહતરૂપ નિર્ણય/ પશુપાલકોને દિવાળીની બોણી કરી આપતો કેન્દ્રનો નિર્ણય