Not Set/ ભૂલથી પાકિસ્તાન સરહદ ક્રોસ કરવાની મળી આવી સજા

ભૂલથી પાકિસ્તાન સરહદ ક્રોસ કરવાની મળી આવી સજા,

Top Stories Gujarat Others
મમતા બેનર્જી 6 ભૂલથી પાકિસ્તાન સરહદ ક્રોસ કરવાની મળી આવી સજા

@કૌશિક છાયા, કચ્છ

કચ્છનાં નાના દીનારા ગામનો ઇસ્માઈલ સમાં નામનો યુવાન 12 વર્ષે પાકિસ્તાનની જેલમાં સજા કાપી ભુજ પરત આવતા પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. વાઘા બોર્ડરથી ભુજ આવ્યા બાદ ઇસ્માઈલની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

વર્ષ 2008 માં ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા નાના દિનારા નજીક ઢોર ચરાવતા વખતે ઇસ્માઇલ ભૂલથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.  પાકિસ્તાની સરહદમાં ભૂલથી ઘૂસતા પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ જાસૂસીના કેસમાં તેની અટકાયત કરી હતી. સઘન પૂછપરછ અને અમાનુષી અત્યાચાર બાદ ઇસ્માઈલ સામે કેસ થયો હતો. ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનમાં ગેરકાયદે આવવા બદલ તેને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જે સજા 2016 માં પૂર્ણ થઈ હતી. દરમિયાન 2017માં કરાચી જેલમાંથી છૂટીને આવેલ રફીક ગામમાં આવ્યો હતો રફીકે ઇસ્માઇલના પરિવારને જણાવ્યું કે,ઇસ્માઈલ કરાચીમાં છે અને અમે 10 મહિના સુધી બેરેકમાં ભેગા રહ્યા હતા.

કૃષિ આંદોલન / સિંઘુ બોર્ડર પર હોબાળો, એસએચઓ સહિત 5 પોલીસકર્મી ઘાયલ, પોલીસે પરિસ્થિતિનો સામનો કરવા બળનો ઉપયોગ કર્યો

સજા પૂર્ણ થયા બાદ પણ છુટકારો ન થતા પરિવારજનોએ ભારતના વિદેશ મંત્રાલયમાં પત્રવ્યવહાર કરી અનેક રજુઆતો કરી હતી અંતે વિદેશ મંત્રાલયના પ્રયાસોથી ઇસ્માઇલની મુક્તિ થઈ છે.  ઇસ્લામાબાદ હાઇકોર્ટે 14 જાન્યુઆરીના તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જેથી વાઘા બોર્ડર પર ઇસ્માઇલને છોડી દેવાયો હતો.  જ્યાંથી આજે ભુજ આવી પહોંચતા પરિવારમાં ખુશી ફેલાઈ છે.

ભૂલથી કચ્છથી પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ પાકિસ્તાની જેલમાંથી ઇસ્માઇલનો છુટકારો થયો છે.  ઇસ્માઇલ વાઘા બોર્ડરથી ક્ચ્છ પહોંચ્યો છે ભુજ આવ્યા બાદ સ્થાનિકે એસઓજી કચેરી ખાતે વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછતાછ પુરી થયા બાદ પરિવાર જનો સાથે ઇસ્માઇલનો મિલાપ થશે ભુજમાં ઇસ્માઇલને મળવા મોટી સંખ્યામાં ગ્રામલોકો ભેગા થયા હતા,આજે ઇદનો જશન હોય તેવી ઉજવણી પરિવાર દ્વારા કરાઈ છે 12 વર્ષ બાદ ઇસ્માઇલની પરત વાપસી થતા ગ્રામ જનો,પરિવાર અને મિત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં જેઠાલાલ ભૂલથી પાકિસ્તાન ચાલ્યો ગયો બાદમાં પરત આવ્યો તેવો સિનારિયો અહીં સર્જાયો છે લોકોમાં પણ આનંદની લાગણી છે.

Notice / જંત્રી રિવાઈઝ નહી થવા મુદ્દે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ

Amazing / કચ્છમાં આટલી સુંદર જગ્યા ક્યાં આવેલી છે તમે જાણો છો ? વિશ્વભરે લીધી આ જગ્યાની નોંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…