Not Set/ અમેરિકા: દ્વિતીય વિશ્વયુદ્ધના સૌથી વયસ્થ યોદ્ધા રિચર્ડ ઓવરટને ૧૧૨ વર્ષની ઉમરે દુનિયાને કહ્યું અલવિદા

ન્યુયોર્ક દ્વિતીય વિશ્વયુદ્ધના સૌથી ઉંમરલાયક યોદ્ધા અને દેશના સૌથી વધારે વૃદ્ધ વ્યક્તિ રિચર્ડ ઓવરટનનું મૃત્યુ થયું છે. ૧૧૨ વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના મૃત્યુની જણકારી તેમના પરિવારે આપી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રિચર્ડને ન્યુમોનિયા થયો હોવાને લીધે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ગુરુવારે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રિચર્ડ ઓવરટન સેનામાં […]

Top Stories World Trending

ન્યુયોર્ક

દ્વિતીય વિશ્વયુદ્ધના સૌથી ઉંમરલાયક યોદ્ધા અને દેશના સૌથી વધારે વૃદ્ધ વ્યક્તિ રિચર્ડ ઓવરટનનું મૃત્યુ થયું છે. ૧૧૨ વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના મૃત્યુની જણકારી તેમના પરિવારે આપી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રિચર્ડને ન્યુમોનિયા થયો હોવાને લીધે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ગુરુવારે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Image result for richard arvin overton

રિચર્ડ ઓવરટન સેનામાં વર્ષ ૧૯૪૨માં શામેલ થયા હતા. વર્ષ ૨૦૧૩માં તેમણે કહ્યું હતું કે તેઓ તેમના આ લાંબા જીવનનું શ્રેય ભગવાનને આપે છે. તેમણે કોઈ દવા લીધી નથી બસ પોતાની મરજીથી જ જીવનનો આનદ લીધો.

Image result for richard arvin overton

મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે તેમને યુદ્ધ વિશે વિચારવું કે તેની વાત કરવું પસંદ નથી. તેઓ બધું ભૂલી ચુક્યા છે.

ઓવરટન જયારે ૧૦૭ વર્ષના હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ કોફીમાં વ્હીસ્કી પિતા હતા ક્યારેક મિક્ષ કર્યા વગર પણ પી લેતા હતા. તેઓ જે સ્ટ્રીટમાં રહેતા તેનું નામ પણ તેમના પરથી જ રાખવામાં આવ્યું હતું. તેઓ રિચર્ડ ઓવરટન એવેન્યુ સ્ટ્રીટમાં રહેતા હતા.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે તેમને અમેરિકન આઇકોન અને ટેક્સાસના લીજેંડ કહ્યા હતા.