Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં બસ ખીણમાં પડી, 1નું મોત, 56 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 56 લોકો ઘાયલ થયા છે. એડીસી નૌશેરા સુખદેવ સિંહે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે બસ રાજૌરી-નૌશેરા રૂટ પર જઈ રહી હતી.

Top Stories India
મોત

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 56 લોકો ઘાયલ થયા છે. એડીસી નૌશેરા સુખદેવ સિંહે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે બસ રાજૌરી-નૌશેરા રૂટ પર જઈ રહી હતી. તે દરમિયાન બસ ખીણમાં પડી હતી

તેમણે કહ્યું કે અમારી પાસે અકસ્માતમાં 56 ઘાયલ દર્દીઓ છે, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ગંભીર રીતે ઘાયલ ચાર દર્દીઓને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે , જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાંબા જિલ્લાના એસએચઓના જણાવ્યા અનુસાર માનસર વિસ્તાર પાસે થયેલા આ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે.