Not Set/ કોઈ પણ ભાષામાં 15 મિનિટ કર્ણાટક સરકારની ઉપબ્લિધિઓ જનતા સામે બોલીને બતાવો : PM મોદીએ રાહુલ ગાંધીને આપી ચેલેન્જ

મૈસુર, કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મિશન કર્ણાટક પર છે. મિશન કર્ણાટક પર મૈસુર પહોચેલા પીએમ મોદીએ મંગળવારે ૩ રેલી યોજવાના છે, ત્યારે તેઓએ ચામરાજનગરમાં પ્રથમ રેલીને સંબોધિત કરી હતી. […]

India
modi કોઈ પણ ભાષામાં 15 મિનિટ કર્ણાટક સરકારની ઉપબ્લિધિઓ જનતા સામે બોલીને બતાવો : PM મોદીએ રાહુલ ગાંધીને આપી ચેલેન્જ

મૈસુર,

કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મિશન કર્ણાટક પર છે.

મિશન કર્ણાટક પર મૈસુર પહોચેલા પીએમ મોદીએ મંગળવારે ૩ રેલી યોજવાના છે, ત્યારે તેઓએ ચામરાજનગરમાં પ્રથમ રેલીને સંબોધિત કરી હતી. આ જાહેર સભાને સંબોધતા તેઓએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો બોલ્યો હતો.

આ પહેલા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસદના 15 મિનિટ ભાષણને ચેલેન્જ આપતા પીએમ મોદીએ કટાક્ષ કર્યો હતો.

તેઓએ આ અંગે જણાવતા કહ્યું, “તેઓ 15 મિનિટ બોલશે એ મોટી વાત છે અને મને યાદ છે કે હું બેસી નહિ શકું. પરંતુ મને યાદ આવે છે કે શું શીન હતો”.

તમે નામદાર છો અને અમે કામદાર છીએ : પીએમ મોદી

“કોંગ્રેસ અધ્યક્ષ સામે અમે બેસી નહીં શકતા, પરંતુ તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમે તો સારા કપડા પણ પહેરી શકતા નથી, તમારી સામે કેવી રીતે બેસીશું”.

વાંચ્યા વગર ભાષણ કરે તો 5 વખત વિશ્વસરૈયા બોલીને બતાવવું જોઇએ

PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને વધુ એક ચેલેન્જ આપતાં કહ્યું કે, “રાહુલ ગાંધી વાંચ્યા વગર કોઈ પણ ભાષામાં 15 મિનિટ ભાષણ આપે અને તેમાં પણ ઓછામાં ઓછા 5 વખત વિશ્વસરૈયા બોલીને બતાવવું જોઇએ”.

આ ઉપરાંત નામદાર અને કામદારના મુદ્દે આકરા પ્રહાર કરતા તેઓએ કહ્યું, “મોદીજીને છોડો અને એક કામ કરો, આ ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં જે ભાષા તમને પસંદ હોય,  હિન્દી, અંગ્રેજી કે તમારી માતાની માતૃભાષા ઈટાલીયનમાં માત્ર 15 મિનિટ માટે કર્ણાટક સરકારની ઉપબ્લિધિઓ જનતા સામે બોલીને બતાવો. તેમાં પણ 15 મિનિટ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા 5 વખત શ્રીમાન વિશ્વસરૈયાનું નામ લેવું જોઇએ. જો તમે આટલું કરી દેશો તો કર્ણાટકની જનતા નક્કી કરશે કે તમારી વાતમાં કેટલો દમ છે”.

આ પહેલા વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા કહ્યું, “દિલ્લીમાં કર્ણાટકની ચૂંટણીની માહિતી સામે આવે છે કે, ભાજપની હવા ચાલી રહી છે. પરંતુ આજે પહેલી જાહેરસભા છે ત્યારે લાગી રહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપની આંધી ચાલી રહી છે. આજે મજુર દિવસ છે, મહેનત કરવાવાળા લોકોએ જ આ દેશને બનાવ્યો છે”.

કોંગ્રેસના નવા અધ્યક્ષ ઉત્સાહમાં આવીને ક્યારેક પોતાની મર્યાદા તોડે છે.

અમારા કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ વધુ ઉત્સાહમાં આવીને ક્યારેક પોતાની મર્યાદા તોડી દે છે. પરંતુ તેઓના મુખેથી ક્યારેક દેશના મજુરો માટે સારા શબ્દો નીકળ્યા હોત તો ખુબ સારું હતો.

જે લોકો અમારી વિરુધ ભાષાનો દુરુપયોગ કરે છે, તે લોકોને હું પુછવા માંગું છું કે, શું કારણ છે જ્યાં આઝાદીના 70 વર્ષો પછી પણ કરોડો ઘરોમાં વીજળી નથી”.

વિધાનસભાની ચુંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ દેશના મહાન વ્યક્તિ વિશ્વેશ્વરૈયાના નામના ઉચ્ચારણમાં ભૂલ કરી હતી ત્યારે આ પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષની આ ભૂલના સદર્ભમાં કટાક્ષ કર્યો છે.

મહત્વનું છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલતા જણાવ્યું હતું કે, “બેન્કિંગ સિસ્ટમ ઉપરાંત રાફેલ વિમાનના સોદા અંગે મને 15 મિનિટ બોલવા માટે એક મૌકો આપવામાં આવે તો પીએમ મોદી સંસદમાં ઉભા નહિ રહી શકે”.