Not Set/ ચૂંટણી પંચે આ કારણથી મમતા બેનર્જી પર 24 કલાક માટે પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મુશ્કેલીઓ અટકવાનું નામ લઇ રહી નથી.ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માન્યા છે. મમતા પર આ પ્રતિબંધ કૂચ બિહારમાં આપેલા ભાષણને લઈને પણ

Top Stories India
mamata 2 ચૂંટણી પંચે આ કારણથી મમતા બેનર્જી પર 24 કલાક માટે પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી મુશ્કેલીઓ અટકવાનું નામ લઇ રહી નથી.ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માન્યા છે. મમતા પર આ પ્રતિબંધ કૂચ બિહારમાં આપેલા ભાષણને લઈને પણ લગાવવામાં આવ્યો છે. પોતાના ભાષણમાં મમદા બેનર્જીએ મહિલા મતદાતાઓને અપીલ કરી હતી કે તે ચૂંટણી દરમિયાન સુરક્ષાદળોનો ઘેરાવ કરે. મમતાએ કહ્યું હતું કે સુરક્ષાદળોના જવાન એક ખાસ પાર્ટીને વોટિંગ દરમિયાન મદદ પહોંચાડી રહ્યાં છે, તેથી લોકો તેનો વિરોધ કરે. મમતા બેનર્જીના જવાબથી અસંતુષ્ટ ચૂંટણી પંચે તેમના પ્રચાર કરવા પર આજે રાત્રે 8 કલાકથી મંગળવારે રાત્રે 8 કલાક સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે.

કોરોના કહેર / કોરોનાના કારણે દેશની નૈયા ડામાડોળ, 14મીએ PM કરશે રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો સાથે વર્ચ્યુલ બેઠક

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણેપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે (EC) 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે આ પહેલા ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કેન્દ્રીય દળો વિરુદ્ધ ટિપ્પણીને લઈને મમતા બેનર્જીને નોટિસ ફટકારી હતી.

IPL / રાજસ્થાને જીત્યો ટોસ પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

જ્યારે તેનાથી વિપરિતમમતા બેનર્જીએ જવાબમાં કહ્યું હતું કે તે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) નું ખુબ સન્માન કરે છે પરંતુ દળો પર મતદાતાને ડરાવવા અને એક ખાસ પાર્ટીના પક્ષમાં મતદાન માટે મતદાતાઓને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…