Not Set/ ગુજરાતમાં 55 લોકોને ભરખી ગયો કોરોના,6021 નવા સંક્રમિતો, મુખ્યમંત્રીની મોટી જાહેરાત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તીડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 6021 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  […]

Top Stories Gujarat
Untitled 142 ગુજરાતમાં 55 લોકોને ભરખી ગયો કોરોના,6021 નવા સંક્રમિતો, મુખ્યમંત્રીની મોટી જાહેરાત

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું તાંડવ સતત ઘેરાતું જી રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તીડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 6021 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,53,516 ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2854 છે.   રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 30,680  છે. ગુજરાતમાં કોરોનાની બનેલી બેકાબૂ સ્થિતીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે સરકારે કેટલાક નિર્ણયો લીધા છે.

  • સરકારી અને ખાનગી કચેરીમાં પચાસ ટકા સ્ટાફની હાજરી
  • તમામ લગ્ન સમારોહમાં પચાસ લોકોની હાજરી
  • એપ્રિલ-મેના તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
  • ૩૦ એપ્રિલ સુધી તમામ રાજકીય અને સામાજીક કાર્યક્રમો પર પ્રતિબંધ
  • જીએમડીસીમાં ઉભી કરાશે ત્રણ સો બેડની ઓક્સિજન સાથેની હોસ્પિટલ
  • રાજકોટમાં ઉભા કરાશે નવા ૨૪૦૦ બેડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…