Not Set/ કોલેજ બાદ માછલીઓ વેચવાને લઈને ટ્રોલ થઇ કેરળની વિદ્યાર્થીની, કહ્યું જીવવા માટે કમાવા દો…

કેન્દ્રીય મંત્રી અલ્ફોન્સો કન્નાથનમ ગુરુવારે કેરળની રહેવાસી 21 વર્ષીય કોલેજ વિદ્યાર્થીનીના સમર્થનમાં આવ્યા જે માછલીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર થઇ હતી. હીકકતમાં, બે દિવસ પહેલા એક મલયાલમ અખબારમાં છાપવામાં આવેલી એક ખબરમાં થોંડુપુજાની એક પ્રાઇવેટ કોલેજમાં બીએસસી ભણતી વિદ્યાર્થીની હનાન વિષે લખવામાં આવ્યું હતું કે તેણી કોલેજમાં ભણ્યા […]

Top Stories India
hanan fish selling કોલેજ બાદ માછલીઓ વેચવાને લઈને ટ્રોલ થઇ કેરળની વિદ્યાર્થીની, કહ્યું જીવવા માટે કમાવા દો...

કેન્દ્રીય મંત્રી અલ્ફોન્સો કન્નાથનમ ગુરુવારે કેરળની રહેવાસી 21 વર્ષીય કોલેજ વિદ્યાર્થીનીના સમર્થનમાં આવ્યા જે માછલીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર થઇ હતી.

હીકકતમાં, બે દિવસ પહેલા એક મલયાલમ અખબારમાં છાપવામાં આવેલી એક ખબરમાં થોંડુપુજાની એક પ્રાઇવેટ કોલેજમાં બીએસસી ભણતી વિદ્યાર્થીની હનાન વિષે લખવામાં આવ્યું હતું કે તેણી કોલેજમાં ભણ્યા બાદ એર્નાકુલમના થમમનમ માં માછલીઓ વેચે છે.

27KIHANAN e1532679559588 કોલેજ બાદ માછલીઓ વેચવાને લઈને ટ્રોલ થઇ કેરળની વિદ્યાર્થીની, કહ્યું જીવવા માટે કમાવા દો...

આ વિદ્યાર્થીની વિષે ફિલ્મ કલાકારો અને રાજનેતાઓ સહીત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પરની એક ધરીએ હનાન ની કહાની પર શંકા દર્શાવતા એને ખોટી જણાવી હતી. જે બાદ એ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલનો ભોગ બનવું પડ્યું હતું.

આ ખબર પર પ્રતિક્રિયા આપતા કન્નાથનમે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું કે કેરળની વિદ્યાર્થિનીને હુમલાનો શિકાર બનવું પડે છે, હું આનાથી શરમ અનુભવું છું. તેણી પોતાની વિખરાયેલી જિંદગીને એક સાથે કરવાની કોશિશ કરી રહી છે. આપ વલચર્સ છો. કેન્દ્રીય પર્યટન મંત્રીએ આને સારી જિંદગી માટેનો કઠોર પરિશ્રમ કહ્યો હતો.