America/ અમેરિકન સંસદે બિડેન – હેરિસને જાહેર કર્યા વિજેતા, બંને નેતા પાસે પર્યાપ્ત મત

અમેરિકન કોંગ્રેસે ગુરુવારે સંયુક્ત સત્રમાં, ઔપચારિક રીતે ત્રણ નવેમ્બરના રોજ યોજાયેલ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની પુષ્ટિ કરી.

Top Stories World
modi 16 અમેરિકન સંસદે બિડેન - હેરિસને જાહેર કર્યા વિજેતા, બંને નેતા પાસે પર્યાપ્ત મત

અમેરિકન કોંગ્રેસે ગુરુવારે સંયુક્ત સત્રમાં, ઔપચારિક રીતે ત્રણ નવેમ્બરના રોજ યોજાયેલ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની પુષ્ટિ કરી. કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ચૂંટણીનું વેરિફિકેશન ગુરુવારે વહેલી સવારે કરવામાં આવ્યું હતું. જતા જતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકોએ કોંગ્રેસની કાર્યવાહી વિક્ષેપિત કર્યા બાદ બુધવારે મોડી સાંજે સંયુક્ત સત્ર ફરી શરૂ કરાયું હતું.

Jamnagar / નિશા ગોંડલીયા પર થયું હતું ફાયરિંગ મામલે ચોકાવનારો ખલાસો, તો…

કેપિટોલ હિલ પર થયેલી હિંસા બાદ મતદારોના મતની પુષ્ટિ થઈ છે જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આ વિસ્તારમાં લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. આ હિંસામાં સુરક્ષા જવાનો પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા અને મકાનની અંદર ફાયરિંગની ઘટના બની હતી. નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, બાયડેન આઠ કરોડ જેટલા મતો સાથે ઈલેક્ટોરલ કોલેજના 306 મતો મેળવવામાં સફળ રહ્યા છે.

સંસદમાં બે કલાક ચાલેલી સત્યાપન કાર્યવાહી નું સાંસદો એ સમર્થન કર્યું હતું. તેમણે એરિઝોના અને પેન્સિલવેનિયા એમ બે રાજ્યોમાં પણ ચૂંટણીના વાંધાને નકારી કાઢ્યા હતા

 

એ જ રીતે સેનેટે પેનસિલ્વેનીયા ચૂંટણી પરિણામો પર આપત્તિ સામે સાત સામે  97 મતોથી વાંધાને નકારી કાઢી હતી. જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે 282 મતોની સામે 138 દ્વારા વાંધા નામંજૂર કરી હતી. ભારતીય મૂળના ચાર સાંસદો – રો ખન્ના, એમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલાએ આ વાંધા સામે મત આપ્યો હતો.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…