Not Set/ વિસ્મય શાહે જામીન માટે હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી

ગાંધીનગર, વસ્ત્રાપુરના ચકચારી BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી વિસ્મય શાહ અને અન્ય 5 આરોપીઓ વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહીબિશનના ગુનામાં ગાંધીનગર સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દેતા વિસ્મયએ જામીન માટે હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે. વિસ્મય શાહ અને અન્ય આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીને સાંભળવા હાઇકોર્ટના […]

Top Stories Gujarat

ગાંધીનગર,

વસ્ત્રાપુરના ચકચારી BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી વિસ્મય શાહ અને અન્ય 5 આરોપીઓ વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહીબિશનના ગુનામાં ગાંધીનગર સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દેતા વિસ્મયએ જામીન માટે હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે.

વિસ્મય શાહ અને અન્ય આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીને સાંભળવા હાઇકોર્ટના સીંગલ જજે ઈન્કાર કર્યો છે ..જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ ‘નોટ બી ફોર મી’ કરી આ અરજી સાંભળવાનો ઈનકાર કર્યો છે ત્યારે આગામી સમયમાં વિસ્મય શાહને ફરી અરજી કરવી પડશે. ઉલ્લેખનિય છે કે ગત 25મી ડિસેમ્બરના રોજ અદલાજના ફાર્મ હાઉસમાં વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહિત કુલ 6 લોકો દારૂની મેહફિલ માણતાં ઝડપાયા હતા જેમાં બે મહિલા સહિત વી.એસ હોસ્પિટલની મહિલા તબીબ પણ સામેલ હોવાની વિગતો સામે આવી હતી…

અગાઉ ગાંધીનગર સેશન્સ કોર્ટે વિસ્મય અને તેની સાથે દારૂની મેહફિલ માળતા આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા હવે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. વિસ્મયએ જામીન અરજીમાં વહેલી તકે સુનાવણી કરવા અંગે રજુઆત કરી છે. પ્રોહીબિશન જેવા ગુનામાં વિસ્મય અને તેના સાગરીત છેલ્લા 8 દિવસથી જેલમાં છે અને નવો વર્ષ પણ જેલમાં વીતશે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

BMW હીટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય અને તેની પત્ની સહિત 6 લોકો દારૂ પીતા પકડાયા

ગાંધીનગર સેશન્સ કોર્ટમાં વિસ્મય અને તેના સહ- આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે આરોપીઓના રિમાન્ડ ફગાવી તેમને જયુડિશિયલ કસ્ટડી મોકલવાનો હુકમ કર્યો હતો .

ગત 25મી ડિસેમ્બરના રોજ અદલાજના ફાર્મ હાઉસમાં વિસ્મય શાહ અને તેની પત્ની પૂજા શાહ સહિત કુલ 6 લોકો દારૂની મેહફિલ માણતાં ઝડપાયા હતા. જેમાં બે મહિલા સહિત વી.એસ હોસ્પિટલની મહિલા તબીબ પણ સામેલ હોવાની વિગતો સામે આવી હતી.