Russia/ નવલનીએ રશિયનોને કહ્યું – તમારા ડરને ખત્મ કરો, દેશને ‘ચોરોની ટોળકીથી મુક્ત કરો

નવલનીએ રશિયનોને કહ્યું – તમારા ડરને ખત્મ કરો, દેશને ‘ચોરોની ટોળકીથી મુક્ત કરો

Top Stories World
election expence 6 નવલનીએ રશિયનોને કહ્યું - તમારા ડરને ખત્મ કરો, દેશને 'ચોરોની ટોળકીથી મુક્ત કરો

રશિયામાં વિપક્ષી નેતા એલેક્સી નવલનીની ધરપકડ થયા બાદ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનને દબાવવા પોલીસે આ વિરોધીઓને નિર્દય રીતે તેમની ધરપકડ કરી. જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, નવલનીએ આ લોકો માટે જેલમાંથી જ સંદેશ મોકલ્યો છે. જેલમાંથી મોકલવામાં આવેલી એક નોંધમાં  તેમણે રશિયાના લોકોને તેમની અંદર રહેલા ડર ણે ખત્મ કરવા જણાવ્યું છે. અને દેશને ચોરની ટોળકીથી આઝાદ કરવા જણાવ્યું છે.

Covid-19 / ગુજરાતમાં કોરોના કરમાઇ રહ્યો છે, આજે એક મોત સાથે ફક્ત આટલા જ કેસ

Pakistan / ઇમરાન ખાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યું- યુએન કરારથી સમાધાન ….

આ નોંધોમાં, નવલનીએ લોકોને ‘ચોરોના ટોળા’ થી દેશને ‘મુક્ત’ કરવા પણ જણાવ્યું હતું. એલેક્સી નવલનીને આ અઠવાડિયામાં જ બે વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફટકારી છે. નવલનીનું નિવેદન ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયું છે. જેમાં તેણે કહ્યું છે કે, ‘ મારી પાછળ ખુબ મોટા અવાજમાં પછાડીને લોખંડ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ મને હું હજુ પણ એક આઝાદ માણસ જેવું અનુભવ કરું છુ. કારણ કે હું માનું છું કે હું સાચો છું. સહારો આપવા બદલ આપનો આભાર. મારા પરિવાર સાથે હોવા બદલ આભાર. ‘

જર્મનીથી પરત ફરતા ધરપકડ કરાઈ

44 વર્ષીય એલેક્સી નવલની લાંબા સમયથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. અને તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના સૌથી મોટા ટીકાકાર તરીકે પણ જોવામાં આવે છે. જર્મનીમાં પાંચ મહિનાની સારવાર બાદ તે 17 જાન્યુઆરીએ રશિયા પરત આવ્યો હતો. તેમને નર્વ એજન્ટ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું, જેના માટે તેણે રશિયન સરકારને જવાબદાર ઠેરવ્યો હતો. નવલની એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ આરોપો નવલની વિરુદ્ધ છે?

રશિયન અધિકારીઓએ ઝેરની ઘટનામાં કોઈ પણ પ્રકારની મિલીભગતનો સાફ ઇનકાર કરી દીધો છે. અને એવો દાવો કર્યો હતો કે એલેક્સી નવલની પાસે  યુરોપિયન લેબ્સમાં લેવામાં આવેલા પરીક્ષણો સિવાય અન્ય કોઈ પુરાવા નથી, જેના કારણે તે સાબિત થયું કે તેને ઝેર આપવામાં આવ્યું હતું. મંગળવારે મોસ્કોની એક અદાલતે નવલનીને જેલમાં મોકલી આપ્યો છે. જર્મનીમાં સ્વસ્થ થયા પછી તેની ઉપર તેમની પ્રોબેશનની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તેમને 2014 ની ઉચાપત કેસમાં સજા ફટકારવામાં આવી છે, જેને નવલનીએ બનાવટી ગણાવી છે, અને યુરોપિયન હ્યુમન રાઇટ્સ કોર્ટે પણ તેને ગેરકાયદેસર ગણાવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…