australian open/ ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે Australian Openમાં ઇતિહાસ સર્જ્યો

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સુમિત નાગલે 27માં નંબરના એલેક્ઝાન્ડર બુબ્લિકને ઓસ્ટ્રેલિયન ઓપનમાં હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સુમિત નાગલે ટુર્નામેન્ટમાં કઝાકિસ્તાનના ખેલાડી એલેક્ઝાન્ડર બુબ્લિક (Alexander Bublik) ને હરાવ્યો છે. નાગલ શરૂઆતથી જ…

Top Stories Sports
YouTube Thumbnail 2024 01 16T150718.410 ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે Australian Openમાં ઇતિહાસ સર્જ્યો

Australian Open 2024: ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સુમિત નાગલે 27માં નંબરના એલેક્ઝાન્ડર બુબ્લિકને ઓસ્ટ્રેલિયન ઓપનમાં હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સુમિત નાગલે ટુર્નામેન્ટમાં કઝાકિસ્તાનના ખેલાડી એલેક્ઝાન્ડર બુબ્લિક (Alexander Bublik) ને હરાવ્યો છે. નાગલ શરૂઆતથી જ બે સેટ આગળ રમતો હતો. પણ ત્રીજા તબક્કેથી તે સારૂ રમવા લાગ્યો હતો અને એલેક્ઝાન્ડર બુબ્લિકને પછાડી નાખ્યો. સુમિત નાગલે 6-4, 6-2, 7-6(5) થી મેચ જીતી હતી.

છેલ્લા 35 વર્ષ બાદ ભારતના ટેનિસ જગતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ ભારતીય પુરુષે ટેનિસમાં સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમમાં ટોચના ખેલાડીને હરાવ્યો હોય. સુમિત નાગલ (Sumit Nagal) ની ATP રેન્કિંગ 137 છે. આ સાથે સુમિત નાગલે વર્ષ 1989 પછી પહેલી વખત બન્યું છે કે સિંગલ્સ ડ્રોમાં કોઈ ખેલાડીને હરાવવામાં આવ્યો હોય. કોઈ ભારતીય પુરષે ઉત્તમ પ્રદર્શન કરી સિદ્ધિ પોતાને નામ કરી છે.

WhatsApp Image 2024 01 16 at 3.08.02 PM ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે Australian Openમાં ઇતિહાસ સર્જ્યો

સુમિત નાગલે બુબ્લિકને સીધા સેટોમાં હરાવી પોતાના કરિયરમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજા તબક્કામાં પ્રવેશ કર્યો હતો. ક્વોલિફાય થવા માટે મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવનાર 26 વર્ષીય નાગલે વર્લ્ડ નંબર 27 બુબ્લિકને 2 કલાક અને 38 મિનિટમાં હરાવી પ્રથમ મેચ પોતાને નામે કરાવી હતી.

સુમિત નાગલે 2021માં જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં લિથુઆનિયાના રિકાર્ડસ બેરાંકિસને 2-6, 5-7, 3-6 થી હારી ગયો હતો. આ મેચ બાદ નાગલની જીતની ખુશી ઐતિહાસિક જીતની ખુશી છે તેવું એના ચહેરા પર દેખાઈ આવતું હતું.

આ પછી નાગલે પ્રથમ મેચમાં 42 મિનિટમાં 6 – 4થી જીત હાંસિલ કરી હતી. છેલ્લા 43 મિનિટમાં 6-2 થી જીત મેળવી હતી. ત્રીજા સેટમાં બંને ખેલાડીઓએ પોતાની 7મી ગેમ સુધી સારૂ રમતા રહ્યાં, પછી નાગલે તેના વિરોધીને 4-3થી હરાવ્યો હતો. અંતે નાગલે 5-3, 5-4 સ્કોર કર્યા બાદ અસફળ રહ્યો. પરંતુ ત્રીજો સેટ ટાઈ બ્રેકર સુધી પહોંચ્યો, અને સુમિત નાગલે 7-5 થી જીત પોતાને નામે કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

 

 

આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત