Earthquake/ ગીરમાં એક પછી એક અનુભવાય ભૂકંપના આંચકા, 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સવારે 6.55 વાગ્યા આસપાસ આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, નુકસાન થયું હોવાના હજુ સુધી કોઈ સમાચાર નથી.

Top Stories Gujarat Others
ભૂકંપના આંચકા
  • ભૂકંપનો પહેલો આંચકો 6 વાગ્યાને 55 મિનિટ આસપાસ
  • ભૂકંપનો બીજો આંચકો 7 વાગ્યાને 4 મિનિટ આસપાસ
  • થોડી મિનિટોમાં જ બે આંચકાથી લોકોમાં ગભરાટ

ગીર સોમનાથના તાલાળામાં આજે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા  4 હોવાનું કહેવાય છે. ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સવારે 6 વાગ્યાને 55 મિનિટે આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 13 કિમી દૂર નોંધાયુ હતુ. ગીર અને તાલાલા પંથકમાં ઘણા વર્ષો પછી 4ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ મચી હતી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2002થી ગીર અને તાલાલા વિસ્તાર ભૂકંપને કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં નવી ફોલ્ટ લાઈન તરીકે જાણીતો બન્યો હતો.

  • તાલાળામાં ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો
  • 3.2ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો
  • બીજા આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળાથી 9કિમી દૂર

જણાવીએ કે, તાલાળામાં ભૂકંપનો બીજો આંચકો 3.2ની તીવ્રતાનો અનુભવાયો છે. બીજા આંચકાનું કેન્દ્રબિંદુ તાલાળાથી 9કિમી દૂર નોંધાયુ છે. તાલાળાથી 9 કિલોમીટર નોર્થ-ઈસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયુ છે. 4 ની તીવ્રતાના આંચકા બાદ 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનો પહેલો આંચકો 6 વાગ્યાને 55 મિનિટ આસપાસ નોંધાયો, ભૂકંપનો બીજો આંચકો 7 વાગ્યાને 4 મિનિટ આસપાસ આવ્યો હતો.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગીર અને તાલાલા વિસ્તારમાં ભૂકંપના આંચકાઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ત્યારે જમીનના પેટાળમાં એકઠી થયેલી શક્તિ ફરી એક વખત મુક્ત થતા ભૂકંપના આંચકાની તીવ્રતા 4ની નોંધાઈ છે, પરંતુ આ ભૂકંપને સામાન્ય માનવામાં આવી રહ્યો છે. હજી આગામી દિવસોમાં 4 કરતા ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા પણ આવી શકે છે તેવી શક્યતાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ ભૂકંપ ધરતીના પેટાળમાં થઈ રહેલા પરિવર્તનનો એક સંકેત પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો:આવો સ્થાપના દિવસે કુદરતના જતનનું પણ લઈએ….