Not Set/ ઝાકિર નાઈક પર EDએ કસ્યો શિકંજો, જપ્ત કરી કરોડો રૂપિયાની સંપત્તિ

નવી દિલ્હી, વિવાદિત ઇસ્લામિક પ્રચારક ઝાકિર નાઈક પર ED (પ્રવર્તમાન નિર્દેશાલય) દ્વારા શિકંજો કસવામાં આવી રહ્યો છે. EDએ શુક્રવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટ હેઠળ ઝાકિર નાઈકની કુલ ૧૬ કરોડ ૪૦ લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. Enforcement Directorate (ED) has attached properties worth Rs. 16.40 Crores in Mumbai and Pune, under the […]

Top Stories India Trending
zakir naik bernama 111118 11 ઝાકિર નાઈક પર EDએ કસ્યો શિકંજો, જપ્ત કરી કરોડો રૂપિયાની સંપત્તિ

નવી દિલ્હી,

વિવાદિત ઇસ્લામિક પ્રચારક ઝાકિર નાઈક પર ED (પ્રવર્તમાન નિર્દેશાલય) દ્વારા શિકંજો કસવામાં આવી રહ્યો છે. EDએ શુક્રવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટ હેઠળ ઝાકિર નાઈકની કુલ ૧૬ કરોડ ૪૦ લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

ઝાકિર નાઈકની આ તમામ સંપત્તિ મુંબઈ અને પુણેમાં સ્થિત છે.

EDની આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ઝાકિર નાઈકના દુબઈના એકાઉન્ટમાં ૪૯ કરોડ ૨૦ લાખ રૂપિયા જોવા મળ્યા છે. જો કે આ રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

આ જાસૂસ એજન્સીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નાઈકની PMLA એક્ટ હેઠળ મુંબઈ અને પુણે સ્થિત સંપત્તિઓને જપ્ત કરવા માટે પહેલા એક અસ્થાયી આદેશ જાહેર કયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઝાકિર નાઈક મલેશિયામાં છે અને આ મામલે ED દ્વારા ત્રીજીવાર નાઈકની સંપત્તિ જપ્ત કરાઈ છે, જેની કુલ રકમ ૫૦.૪૯ કરોડ રૂપિયા છે.