ગુજરાત/ સુરતની મહિલા પ્રોફેસર આપઘાતમાં વાયા આંધ્રપ્રદેશથી પાકિસ્તાન કનેકશન..વાંચો આ રીતે પહોંચતા પૈસા પાક.માં

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર સેજલ પરમારે 16 માર્ચના રોજ બપોરના સમયે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

Top Stories Gujarat Surat
મહિલા પ્રોફેસર 

@અમિત રૂપાપરા 

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાતના કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસર સેજલ પટેલે 16 માર્ચના રોજ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ મામલે મહિલા પ્રોફેસરના ફોટા મોર્ફ કરી પૈસા કઢાવી લેનાર ટોળકીના ત્રણ આરોપીની બિહારથી રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. ત્રણ આરોપીની ધરપકડ બાદ પાકિસ્તાન કનેક્શન ધરાવતી જૂહી નામની મહિલાની ધરપકડ સુરતની રાંદેર પોલીસે આંધ્રપ્રદેશમાંથી કરી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર સેજલ પરમારે 16 માર્ચના રોજ બપોરના સમયે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. સેજલ પરમારે આપઘાત કર્યાના એક દિવસ પહેલા જ નાની બહેનને મોબાઈલ પર whatsapp પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે. ત્યારબાદ નાની બહેન સાથેની વાતચીતમાં મહિલા પ્રોફેસર સેજલે જણાવ્યું હતું કે એક એપ્લિકેશનના મેસેજમાં મોબાઈલના એક્સેસમાં યસ કર્યું હતું અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગના ખોટા મેસેજ મળવા લાગ્યા હતા ન્યૂડ ફોટો વાયરલ કરીને પૈસા પણ માગવામાં આવતા હતા.

કેટલાક ઈસમોએ આ મહિલા પ્રોફેસરને તેમના ફોટો મોર્ફ કરી બ્લેકમેલ કરી તેમની પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને આ બાબતે રાંદેર પોલીસે સાયબર સેલને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે બિહારના કેવલી ગામમાંથી આરોપીઓ આ મહિલા પ્રોફેસરને બ્લેકમેલ કરતા હતા ત્યારે આ એરીયો નકસલી વિસ્તાર હોવાના કારણે પોલીસે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ત્રણ દિવસ સુધી આરોપીઓને પકડવા માટે રેકી કરી હતી અને ત્યારબાદ 3 મેના રોજ મોડી રાત્રે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રાંદેર પોલીસે બિહારમાંથી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણ આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અંકિત કુમાર, લકબીર ટ્રેડર્સ, જુહી અને શાંતનુ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓની ધરપકડ બાદ દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તો આરોપીઓ સામે સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન ઉપરાંત રાજ્યના વડોદરા, અમદાવાદ અને કડીમાં પણ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને કેટલીક વિગતો પણ જાણવા મળી છે. જેમાં પોલીસને આરોપીઓના મોબાઇલમાંથી 72 કરતા વધારે અલગ અલગ UPI ID મળ્યા છે.

ત્યારે આ મામલે આંધ્રપ્રદેશની જુહી નામનું મહિલાનું નામ સામે આવતા પોલીસ દ્વારા આંધ્રપ્રદેશના વિજયવાળાના સ્ટ્રીટ પંજા સેન્ટર વિસ્તારમાંથી જુહીની ધરપકડ કરી હતી. જુહીને પકડવા માટે રાંદેર પોલીસની ટીમ આંધ્રપ્રદેશ ગઈ હતી. ચાર પુરુષ અને બે મહિલા પોલીસ કર્મી સહિત આમ 6 પોલીસ કર્મીઓ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી આ જુહીની ધરપકડ કરવામાં આવી હતી. બે મોબાઈલ અને બે પાસબુક સાથે આરોપી જુહીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે, જુહી પાકિસ્તાનના મુખ્ય સાગરીત ઝુલ્ફીકર સાથે સતત સંપર્કમાં રહેતી હતી અને તે સાયબર ફ્રોડથી મેળવેલા પૈસામાંથી પોતાનું કમિશન લઈ બાઈનાન્સ એપ્લિકેશનમાંથી યુએસડીટી ખરીદી તે આ તમામ યુએસડીટી જુલ્ફીકરને ટ્રાન્સફર કરતી હતી.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, જુહી રોજના 50,000 થી 60,000 રૂપિયા ભોગ બનનાર પાસેથી પડાવતી હતી અને તેની પાસેથી અલગ અલગ સાત બેંકના એકાઉન્ટ પણ મળી આવ્યા છે. તે છેલ્લા ચારથી પાંચ વર્ષથી મુખ્ય સાગરીત ઝુલ્ફીકર સાથે મળીને આ પ્રકારનું કામ કરતી હતી.

આ પણ વાંચો:વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતી આવી સામે,સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ

આ પણ વાંચો:ઉપરકોટની ઝાડીમાંથી મળેલા કિશોરના મૃતદેહ અને મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા

આ પણ વાંચો:અમદાવાદની LG હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ બક્ષિસ ન મળતા કામદારોએ મહિલાને નિવસ્ત્ર સ્થિતિમાં છોડી

આ પણ વાંચો:કોણ છે બિમલ પટેલ, જેમણે નવું સંસદ ભવન બનાવ્યું, કહેવાય છે મોદીના આર્કિટેક્ટ