નિર્ણય/ ઉદ્વવ સરકારનો મોટો નિર્ણય,મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પર મંજૂરી બાદ જ લાઉડસ્પીકર લગાવી શકાશે

રાજ ઠાકરેની 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે

Top Stories India
7 26 ઉદ્વવ સરકારનો મોટો નિર્ણય,મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પર મંજૂરી બાદ જ લાઉડસ્પીકર લગાવી શકાશે

રાજ ઠાકરેની 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભાગે પરવાનગી વિના કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે હવે લાઉડ સ્પીકર લગાવવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ ટૂંક સમયમાં આ અંગે મહારાષ્ટ્રના ડીજીપી સાથે બેઠક કરશે. પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, નાશિક પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે 3 મે સુધીમાં તમામ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી લેવામાં આવે. પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકાર સમક્ષ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર દૂર કરવાની માગણી કરી છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે એક રેલીમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મસ્જિદોમાં લાઉડ સ્પીકર આટલા ઉંચા અવાજે શા માટે વગાડાય છે? જો તેને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર વધુ ઉંચા અવાજે હનુમાન ચાલીસાના સ્પીકર વાગવા લાગશે.’ વધુમાં કહ્યું હતું કે, ‘હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરૂદ્ધમાં નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.’