Privatization/ એર ઈન્ડિયા બાદ હવે આ સરકારી કંપનીને વેચાશે, પ્રક્રિયા બિડિંગના આધારે

એર ઈન્ડિયા બાદ કેન્દ્રની મોદી સરકારે વધુ એક સરકારી કંપનીને વેચવાની તૈયારી કરી લીધી છે. આ માટે બોલી પણ બોલાઈ રહી છે.

Top Stories India
After Air India, now this government company will be sold

દેશમાં એક પછી એક સરકારી કંપનીઓનું ઝડપથી ખાનગીકરણ થઈ રહ્યું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. એર ઈન્ડિયા બાદ કેન્દ્રની મોદી સરકારે વધુ એક સરકારી કંપનીને વેચવાની તૈયારી કરી લીધી છે. HLL Lifecareની કમાન હવે ખાનગી હાથમાં સોંપવામાં આવી રહી છે. આ માટે બોલી પણ બોલાઈ રહી છે.

HLL Lifecare વેચવાની તૈયારીમાં સરકાર

સરકાર HLL લાઇફકેર લિમિટેડમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી રહી છે, એટલે કે હવે આ કંપની પણ ખાનગી હાથમાં જશે. સૂત્રો મુજબ આ કંપનીના ખરીદદારોની બોલી પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય સમૂહ અદાણી ગ્રૂપ અને પિરામલ હેલ્થકેર જાહેર ક્ષેત્રની ફાર્માસ્યુટિકલ કંપની HLL લાઇફકેર લિમિટેડ (HLL) ખરીદવાની રેસમાં છે.

આ સમગ્ર પ્રક્રિયા બિડિંગના આધારે કરવામાં આવશે.

જો સૂત્રોનું માનીએ તો, ટૂંક સમયમાં સરકાર પીરામલ ગ્રૂપ, અદાણી ગ્રૂપ, એપોલો ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Meil) સહિતના બિડર્સ પાસેથી HLL Lifecare લિમિટેડ માટે નાણાકીય બિડ આમંત્રિત કરશે. એટલે કે તેની સમગ્ર પ્રક્રિયા માત્ર બિડ પર આધારિત હશે.

ડ્યૂ ડિલિજન્સ ચાલુ રહે છે

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે ડ્યૂ ડિલિજન્સ ચાલુ છે અને વિજેતાની પસંદગીની પ્રક્રિયા નાણાકીય બિડના આધારે કરવામાં આવશે. નિષ્ણાતોના મતે ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તેમનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અદાણી ગ્રુપ, પીરામલ ગ્રુપે HLL ખરીદવા માટે રસ દાખવ્યો છે. નોંધનીય છે કે 14 ડિસેમ્બરે આરોગ્ય ક્ષેત્રની PSUમાં સરકારના 100 ટકા હિસ્સાના વેચાણ માટે પ્રારંભિક બિડ માંગવામાં આવી હતી.