Election/ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત આ તારીખે કરવામાં આવશે! બે તબ્બકામાં યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે,ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર અને રણનીતિ બનાવવા માટે કામે લાગી ગઇ છે.

Top Stories Gujarat
9 23 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત આ તારીખે કરવામાં આવશે! બે તબ્બકામાં યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે,ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર અને રણનીીતિ બનાવવા માટે કામે લાગી ગઇ છે. રાજ્યમાં ચૂંટણી ક્યારે જાહેર થશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી પરતું હવે તેનો અંત આવ્યો છે, વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પહેલી નવેમ્બરે ગુજરાતની ચૂંટણી જાહેર થશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલી નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યા પછી થશે. કેન્દ્રીય ચૂંટણીપંચ આ દિવસે દિલ્હીમાં એક પત્રકાર પરિષદના માધ્યમથી ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓની જાહેરાત કરશે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 અને બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓની 93 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ શકે છે.

ચૂંટણીનાં પરિણામો હિમાચલપ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે જાહેર થશે. જે દિવસે ચૂંટણી જાહેર થાય તે જ દિવસથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા તબક્કાનું મતદાન ગુજરાતમાં નવેમ્બરના આખરી સપ્તાહમાં 29 કે 30 તારીખે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બરે યોજાઈ શકે છે. મતદાન માટે શિયાળાની ઋતુને કારણે સવારના આઠથી સાંજે છ વાગ્યા સુધી એટલે કે દસ કલાક જેટલો લાંબો ગાળો આપવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં જ ભાજપ, કોંગ્રેસ અને ગુજરાતના રાજકારણમાં ઉમેરાયેલો નવો પક્ષ આમ આદમી પાર્ટીએ પોતાના એજન્ડા જાહેર કર્યાં છે. જોકે ખરાં વચનોની લહાણી પાર્ટીઓના ચૂંટણીઢંઢેરાઓમાં થશે. ભાજપ આ વખતે પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં ભરપૂર નવા વાયદા કરશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સત્તામાં આવવા માટે પોતાના શાસિત રાજ્યોના મોડલ પ્રમાણે ગેરંટી આપશે.