ધમકી/ હિજાબ કેસમાં ચુકાદો સંભળાવનાર જજને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ એલર્ટ

15 માર્ચે હિજાબ પર ચુકાદો સંભળાવનાર જજને આ ધમકી મળી છે. અહેવાલ છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો છે.

Top Stories India
હિજાબ

કર્ણાટક હાઈકોર્ટના જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 15 માર્ચે હિજાબ પર ચુકાદો સંભળાવનાર જજને આ ધમકી મળી છે. અહેવાલ છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો છે. એડવોકેટ ઉમાપતિ એસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને વોટ્સએપ પર એક વીડિયો મેસેજ મળ્યો હતો. જેમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીને ‘હત્યાની ધમકીઓ’ આપવામાં આવી હતી.

કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં હિજાબ વિવાદનો મુદ્દો બની ગયો હતો. જે બાદ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે હિજાબ આવશ્યક ધાર્મિક પ્રથા નથી. વકીલે એક ખાનગી મધ્યમને જણાવ્યું હતું કે, “હું વીડિયો જોઈને ચોંકી ગયો હતો અને તેથી મેં તરત જ રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો.” રજિસ્ટ્રારને લખેલા પત્રમાં વકીલે કહ્યું, “મને સવારે 9:45 વાગ્યે મારા સંપર્કો તરફથી એક વોટ્સએપ વીડિયો મેસેજ મળ્યો, જે તમિલ ભાષામાં છે.

વકીલે આરોપ લગાવ્યો કે વીડિયો “તમિલનાડુ (કદાચ મદુરાઈ જિલ્લો)થી મોકલવામાં આવ્યો છે.”  ધમકીમાં ઝારખંડના જજની હત્યાનો પણ ઉલ્લેખ છે. આપને જણાવી દઈએ કે હિજાબ પર કોર્ટના નિર્ણયને  સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત,છેલ્લા 24 કલાકમાં 1761 નવા કેસ,127 દર્દીઓના મોત

આ પણ વાંચો :આંદામાન નજીક પહોંચી રહ્યું છે ચક્રવાત ‘આસની’, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો :ફૂટબોલ મેચ દરમિયાન થયો અકસ્માત, સ્ટેડિયમની કામચલાઉ ગેલેરી ધરાશાયી, 200 જેટલા લોકો ઘાયલ

આ પણ વાંચો :નાગાલેન્ડની વિધાનસભા દેશની પ્રથમ પેપરલેસ વિધાનસભા બની,જાણો ખાસિયત