વિસ્ફોટ/ પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝમાં વિસ્ફોટ,જાણો

રવિવારે ઉત્તરી પાકિસ્તાની શહેર સિયાલકોટમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ પંજાબ પ્રાંતના કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે સંભળાયો હતો

Top Stories World
10 19 પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝમાં વિસ્ફોટ,જાણો

રવિવારે ઉત્તરી પાકિસ્તાની શહેર સિયાલકોટમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ પંજાબ પ્રાંતના કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે સંભળાયો હતો.ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ સૈન્ય મથક પર અનેક વિસ્ફોટો થયા હતા. પ્રાથમિક સંકેતો છે કે આ દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર છે.ભીષણ આગ લાગી છે,ક્યાં કારણસર આગ લાગી છે તે કારણ જાણી શકાયું નથી.ઘણા લોકો આ ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કરી રહ્યા છે, ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે આ વિસ્તારમાં અનેક વિસ્ફોટ થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ મહિને પેશાવરની શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા હતા અને લગભગ 200 લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને આ હુમલાની જવાબદારી લીધી છે. જોકે આ મામલામાં જવાબદાર 3 આતંકવાદીઓ માર્યા ગયા છે.