#murderers/ કેટલી હત્યા કરી અને કેટલી લાશ દફનાવી, મરતા પહેલા ખોલ્યુ રાઝ

મૃતક શખ્સે મૃત્યુ અગાઉ નર્સને જણાવી સઘળી હકીકત

India Top Stories
Beginners guide to 2024 04 10T175723.701 કેટલી હત્યા કરી અને કેટલી લાશ દફનાવી, મરતા પહેલા ખોલ્યુ રાઝ

 

New Delhi News : એક નર્સે સોશિયલ મિડીયાના માધ્યમતી જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં એક ગેંગનો પૂર્વ સભ્ય કેન્સરથી મરી રહ્યો હતો. તેણે મોટા ગુના કબૂલ કર્યા હતા. તેણે કબૂલ્યું કે તે વર્ષો સુધી ગેંગનો શાર્પ શૂટર રહ્યો હતો. તેણે કેટલીય હેરાન કરી નાંખે તેવી લાતો કહી હતી.

તાજેતરમાં એક હોસ્પિટલમાં નર્સે દર્દી દ્વારા મૃત્યુ અગાઉ કબૂલ કરેલા ખતરનાક રાઝ બાબતે જણાવ્યું હતું જે સાંભળી લોકોની આંકો પહોળી થઈ ગઈ હતી. કોઈએ રેડિટ પર સવાલ કર્યો હતો કે મરતા પહેલા સૌથી વધુ કતરનાક રાઝ કયું જણાવ્યું હશે ? તેના જવાબમાં નર્સે કહ્યું કે અમારી હોસ્પિટલમાં એક ગેંગનો પૂર્વ સભ્ય કેન્સરને કારણે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. નર્સે કહ્યું કે તે અનેક ગુના કબૂલ કરવા માંગતો હતો અને પોલીસને જણાવવા માંગતો હતો કે તેણે લાશોને ક્યાં દફનાવી છે. તે એ જાણીને શાંતિથી મરવા માંગતો હતો કે જેને પણ તેણે માર્યા છે તેના જીવીત પરિવારોને જાણ થાય તે તેમની લાશોને ક્યાં દફનાવી છે.

નર્સે વધુમાં લખ્યું છે કે આ મામલે અમારે હોસ્પિટલની કાનૂની ટીમને સામેલ કરવી પડી કારણકે અમારી પાસે આવી સ્થિતીનો સામનો કરવા માટે કોઈ પોલીસી નથી.

નર્સની આ વાત સાંભળીને લોકો હેરાન થઈ ગયા અને પુછવા લાગ્યા કે બાદમાં શું થયું ? તેની ધરપકડ કરીને જેલની હોસ્પિટલમાં ભર્તી કરાયો હતો ?

અન્ય એક યુઝરે કહ્યું કે મને શંકા છે કે હકીકતમાં તેણે આ બધુ જાતે કર્યું છે. કારણકે આ હત્યારા દોસ્તો માટે કવર કરવાનો આઈડિયા પણ હોઈ શકે. કારણકે આવી વયક્તિના મોત સાથે જ કેસ બંધ થઈ જશે. એક ત્રીજા યુઝરે એક રીતે આ ખૂબ સારી વાત છે કે તેણે આ માહિતીનો ખુલાસો કર્યો. બીજી વાત એ પણ છે કે જો તે મરી રહ્યો ન હતો તો કદાચ તેણે તેનું મોઢુ ખોલ્યું ન હોત.

અન્ય એક પોસ્ટમાં નર્સે કહ્યું કે પોલીસે તેનુ નિવેદન લીધું પણ તેની પર કોઈ આરોપ નથી લગાવ્યો કારણકે તે સાચે જ મૃત્યુ પામી રહ્યો હતો. એક અઠવાડિયા બાદ તેનું મોત થયું હતું. અમને કયારેય ખબર ન પડી કે તેણે જે માહિતી આપી તેનું કંઈ થયું કે નહી. હું ત્યારબાદ એક મોટા સમાચારની આશા રાખીને બેઠી હતી પરંતુ કંઈ થયું નહી. ગેંગ સાથેના કનેક્શનને કારણે અમે વધારે સવાલ પુછવા માંગતા ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો