Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના PMને આપી આ ભેટ,જાણો સમગ્ર વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ‘કૃષ્ણ પંખી’ ભેટમાં આપી હતી

Top Stories India
11 17 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના PMને આપી આ ભેટ,જાણો સમગ્ર વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ‘કૃષ્ણ પંખી’ ભેટમાં આપી હતી. તે ચંદનના લાકડાનું બનેલું છે અને તેની બાજુઓ પર કલાત્મક આકૃતિઓ દ્વારા ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ આલંકિત કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પંખી’ પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને કોતરવામાં આવી છે અને તેની ટોચ પર હાથથી કોતરેલી મોરની આકૃતિ છે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.

રાજસ્થાનના ચુરુમાં બનાવેલ છે

આ ‘કૃષ્ણ પંખી’ રાજસ્થાનના ચુરુમાં કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. આ કલાકૃતિ શુદ્ધ ચંદનના લાકડામાંથી બનેલી છે જે મુખ્યત્વે ભારતના દક્ષિણ ભાગોના જંગલોમાં જોવા મળે છે. ઉલ્લેખનીય કે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા બે દિવસની દિલ્હી મુલાકાતે છે. પીએમ કિશિદા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવા ઉપરાંત 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે. કિશિદા વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે હતા.

ઉલ્લેખનીય છે,14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દરમિયાન કિશિદાએ કહ્યું કે આપણા બંને દેશોએ ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક માટે પ્રયત્નો વધારવી જોઈએ. આ દરમિયાન તેમણે રુસો-યુક્રેન યુદ્ધ પર પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જાપાન અને ભારત આ દિશામાં સતત સાથે મળીને કામ કરશે કે યુદ્ધ જલ્દીથી જલ્દી સમાપ્ત થાય.